Kapadvanj

કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ કાર્યવાહી

અંદાજિત રૂ. બે લાખનો આશરે ૧૫૦૦ કિગ્રાથી વધુનો જથ્થો કરાયો જપ્ત

કપડવંજ: કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ કાર્યવાહી કરી અંદાજે રૂ. 2 લાખનો 1500 કિગ્રાથી વધારે જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડીઆદ(ખેડા) દ્વારા તા. ૧૧/૦૬/૨૦૨૫ના રોજ મે. સત્યનારાયણ ટ્રેડર્સ, હનુમાનપુરા, અશોક ટ્રાન્સપોર્ટની ગલી, મુ.તા.કપડવંજ જી.ખેડા ખાતે તપાસ અન્વયે તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર શ શર્મા લજપતભાઈ તનસુખભાઈને હાજર હતા અને તેઓ પાસે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળના પરવાના વિશે પૂછતા તેઓ તા. ૦૫/૧૧/૨૦૨૪ સુધીનો માન્ય પરવાનો ધરાવતા હતા. ત્યારબાદ પરવાના વગર તેલ પેકીંગ કરવાનો ધંધો ચાલુ રાખ્યો હતો.



જેથી એફ.એસ.એસ.એ પરવાના વગર બનાવેલા તેલના જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ કપાસીયા તેલ (સરીતા બ્રાન્ડ તેમજ સોયાબીન તેલ (કોહીનુર એડીબલ ઓઈલ બ્રાન્ડ) ની ભેળસેળ ની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળ ની કાર્યવાહી કરતા શર્મા લજપતભાઈ તનસુખભાઈની હાજરીમાં કપાસીયા તેલ (સરીતા બ્રાન્ડ તેમજ સોયાબીન તેલ (કોહીનુર એડીબલ ઓઈલ બ્રાન્ડ) નો નમુનો લેવામાં આવ્યો હતો. નમુનો લીધા બાદ હાજર જથ્થો તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૨ (બે) લાખ અને વજન આશરે ૧૫૦૦ કિગ્રા થવા જાય છે. જે લીધેલા તમામ ૨ (બે) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

Most Popular

To Top