વલસાડમાં ધરમપુર રોડ પર અબ્રામા ચાર રસ્તા એક અકસ્માતનો ઝોન બની ગયો હતો. આ ચાર રસ્તા પર વખતો વખત અનેક અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં અનેક માસુમોના જીવ ગયા હતા. આ અકસ્માતના ભૂતકાળમાં એરફોર્સ ઓફિસર્સ, શિક્ષિકા અને તાજેતરમાં તા.10જૂન 20225ના રોજ મંગળવારે શિક્ષિકાની પુત્રીનું મોત નિપજ્યું હતુ. જેથી આ અકસ્માતોને રોકવા માટે અહીં સ્પીડ બ્રેકર લગાવવા ખુબજ જરૂરી બન્યું હતું. જેથી સ્પીડ બ્રેકર લાગવવા માટે પાલિકાના માજી સભ્ય ઝાકીર પઠાણે અનેક સ્તરે રજૂઆત કરી લાંબી લડાઇ લડી હતી.
જોકે, અહીં વધુ એક બાળકીનો ભોગ લેવાયા બાદ તેમની લાંબી લડાઇમાં જીત થઇ છે. આખરે માર્ગ અને મકાન વિભાગે અબ્રામા ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવ્યા છે.
વલસાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા ધરમપુર રોડ પર અબ્રામા વિસ્તારમાં મણીબાગ ચાર રસ્તા પાસે વખતો વખત અકસ્માતો થતા હતા.
જેમાં તા.10જૂન 2025ના રોજ મંગળવારે સરસ્વતી સ્કૂલના શિક્ષિકાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમની બીજા ધોરણમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતુ. આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ ઘટના બાદ વધુ એક વખત પાલિકાના માજી સભ્ય ઝાકીર પઠાણે કલેક્ટરને અહીં સ્પીડ બ્રેકર લગાવવાની લેખિત રજૂઆત કરી હતી . તેના પરિણામ રૂપે આજે તા12જૂન 2025ના રોજ ગુરુવારે અહીં રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર લગાવાયા છે. જેના થકી ધરમપુર રોડ પરથી પસાર થતા વાહનોની ગતિ ધીમી પડે અને તેના કારણે અકસ્માતો અટકી શકે.