Kalol

કાલોલના ડેરોલ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઇજાગ્રસ્ત


કાલોલ : કાલોલના ડેરોલ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતું અને એક ઇજાગ્રસ્ત થયો હતો.

ડેસર તાલુકાના મોકમપુરા ભુપતસિંહ ફળીયુ ખાતે રહેતા બળવંતસિંહ વખતસિંહ રાઠોડ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી વિગતો મુજબ અર્જુનસિહ વખતસિહ રાઠોડ ઉ.વ.૪૫ તથા બાઇક પાછળ બેઠેલા અર્જુનસિહ હિમ્મતસિહ પરમાર કાલોલ કલર કામ કરીને પોતાની જીજે-૧૭-એમ-૧૧૦૪ નંબરની બાઇક લઇ પોતાના ઘરે જતા હતા. તે વખતે ડેરોલ ગામ સ્મશાન પાસે સમા બ્રીજ નજીક આવતા સામેથી આવતી મોટરસાયકલ નંબર જીજે-૧૭-સીએમ-૨૭૯૭ ના ચાલકે પોતાના કબ્જાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી અર્જુનસિહ ની બાઇક સાથે અથડાવી દેતા અર્જુનસિહને માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી તથા તેમની પાછળ બેઠેલા ઇસમને માથાના ભાગે તથા પગના ભાગે ઇજાઓ પહોંચાડી હોય જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top