ધારાસભ્ય અને આગેવાનોની સમજાવટથી ગામ એકસુર
વોર્ડ નં 1 ની બેઠકમાં એકપણ ફોર્મ ન ભરાતાં ખાલી
સરપંચની ટીમમાં ૪ મહિલા સભ્ય અને ૩ પુરુષ સભ્યની કમિટી ગ્રામ વહીવટમાં આવશે

સેવાલિયા: ગળતેશ્વર તાલુકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માલવણ ગ્રામ પંચાયતે કાઠુ કાઢ્યું. ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દીપેન પટેલ, અંઘાડી પૂર્વ સરપંચ મિનેશભાઈ પટેલ, માલવણ ગામના આગેવાન અને જિલ્લાના પીઢ આગેવાન કાસમઅલી સૈયદ બાપુની સમજાવટથી માલવણ ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં સફળ રહ્યા. માલવણ સરપંચના ઉમેદવાર મંજુલાબેન રાવજીભાઈ પરમારના પુત્ર મેહુલસિંહે માતાને ગામની સેવા કરવા સરપંચ બનાવવા તમામને એકમચ ઉપર લાવી એકતાનો સુર પૂર્યો. જેમાં સરપંચ સાથે માલવણ ગ્રામ પંચાયતના વોર્ડમાં નીચે મુજબના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા.
1… ખાલી
2.. પરમાર સોનલ બેન રણજીત સિંહ
3 પરમાર કિંજલ બેન સાગર ભાઈ
4. પરમાર સાગર કુમાર શંકર ભાઈ
5. પરમાર પ્રિન્તાબેન વિક્રમ ભાઈ
6. પરમાર છાયાબેન સુરેશ ભાઈ
7. પરમાર ધૂળા ભાઈ સોમાભાઈ
8. રોહિત કિરીટ ભાઈ મણિભાઈ