National

OYOમાં ખૂની ખેલ ખેલાયો, 8 વર્ષ નાના બોયફ્રેન્ડે મેરિડ ગર્લફ્રેન્ડને છરીના 17 ઘા મારી રહેંસી નાંખી

બેંગલુરુની OYO હોટેલમાં એક સનસનાટીભરી ઘટના બની છે. અહીં એક પરિણીત મહિલાની ક્રુર હત્યા થઈ છે. મહિલાની હત્યા તેના અપરિણીત બોયફ્રેન્ડે કરી હોવાની વિગતો સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યાકાંડ ગઈ તા. 6 જૂનને શુક્રવારની રાત્રે બેંગ્લોરની એક ઓયો હોટલમાં બન્યો છે. જેની હત્યા થઈ છે તે મહિલાનું નામ હરિની હતું. તેણી 33 વર્ષની અને પરિણીત હતી. તેણી બે બાળકોની માતા હતી. હરિનીની હત્યા તેના પ્રેમી યશસે કર્યો હોવાનો ખુલાસો થયો છે. યશસ એક ટેક્નો એક્સપર્ટ છે અને તે કેંગેરીનો રહેવાસી છે. હત્યાકાંડનો ખુલાસો ઘટનાના બે દિવસ પછી થયો છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, પીડિતા અને આરોપી પ્રેમી બંને બેંગલુરુના પશ્ચિમી ઉપનગર કેંગેરીના રહેવાસી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો બોયફ્રેન્ડ તેના કરતા 8 વર્ષ નાનો છે અને મહિલા પરિણીત અને બે બાળકોની માતા હતી. 

આ સંપૂર્ણ ઘટના એક OYO હોટલના રૂમમાં થઈ હતી, જ્યાં હરિનીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે

DCPસાઉથ લોકેશ બી.જગલાસરે જણાવ્યું હતું કે, સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં તા.6 અને તા.7 જૂનની રાત્રે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. તે બંને એકબીજાને એક મહિનાથી ઓળખતા હતા. મહિલા રિલેશનનો અંત લાવવા માંગતી હતી અને આરોપીથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી હતી. આ વાતથી આરોપી પ્રેમી યશસે ગુસ્સા અને ઈર્ષ્યામાં આવી મહિલાને છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. હાલમાં આરોપી યશસેની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top