(પ્રતિનિધિ) વડોદરા તા.06
શહેરના આજવા રોડ બ્રિજ પાસે બે માથાભારે તત્વો દ્વારા એક યુવકને જાહેરમાં માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવતી યુવકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ બંને નશામાં હોય તેમ યુવતીનું નહીં સાંભળી યુવક માર મારી રહ્યા હતા. ત્યારે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે ?

શહેરમાં દિનપ્રતિદિન અસામાજિક તથા ગુંડા તત્વોનો આતંક વધી રહ્યો છે. જાહેરમાં ઝઘડા કરી મારામારી કરી પોલીસના કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. પોલીસ પણ આવા તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી. જેના કારણે આવા માથાભારે અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ખૌફ રહ્યો નથી. બીજી તરફ નશો કરીને રોડ ધમાલ મચાવતા નબીરાઓનો પણ ત્રાસ વધી ગયો છે. ત્યારે આજવારોડ બ્રિજ નજીકના રાત્રિ બજાર પાસે ગુંડા તત્વો દ્વારા એક યુવકને જાહેરમાં માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બે શખ્સ એક યુવકને માર મારી રહ્યા છે જ્યારે એક યુવતી આ યુવકને છોડાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ માથાભારે તત્વો યુવકને નહીં છોડી સતત માર મારી રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ માર મારનાર તત્વોને વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને પકડી કડક કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી માત્ર કાયદાના પાઠ ભણાવીને છોડી મૂકશે.જાણવા મળ્યા મુજબ સમગ્ર ઘટના મામલે પોલીસે વિડિયોના આધારે ઇસમો સુધી પહોંચવા સુધીના પ્રયાસો હાથ ધર્યા છે. ઇસમોની ઓળખ થતાં તેઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી અટક કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાઈ શકે