Vadodara

ગોત્રી રોડ પર પારેશ્વર મંદિર પાસે પાણીની લાઈનમાં ભંગાણ, ટ્રાફિક પર અસર

મુખ્ય પાણી લાઈન તૂટી જતા રસ્તા પર મોટો ભુવો પડ્યો, વાહનવ્યવહારમાં અડચણ, પાલિકા ટીમે તાત્કાલિક સમારકામ શરૂ કર્યું

વડોદરા : શહેરના ગોત્રી રોડ પર પારેશ્વર મંદિરની નજીક આજે બપોરના સમયે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. આ ભંગાણને કારણે રસ્તા પર મોટો ભુવો પડ્યો હતો અને પાણીનો પ્રવાહ ધસમસતો રસ્તા પર વહેવા લાગ્યો હતો.

પાણીની લાઈનમાં તૂટી પડવાથી રસ્તા પર પાણીનો જળપ્રવાહ વધતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. આ કારણે ગોત્રી રોડ પર વાહનવ્યવહાર એક તરફી કરવો પડ્યો હતો, જેના કારણે ટ્રાફિક પર અસર જોવા મળી હતી.
ઘટનાની જાણ થતા પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભંગાણનું સમારકામ શરૂ કર્યું. પાણીની લાઈન બંધ કરીને વધુ નુકસાન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પાણીની પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે અને વાહનચાલકો માટે આ વિસ્તારમાં પસાર થવું મુશ્કેલ બની ગયું છે. પાલિકા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
આ પ્રકારના ભંગાણ શહેરમાં વારંવાર સર્જાતા રહેતા રહેવાસીઓમાં પાણીની અછત અને માર્ગ પર થતા અવરોધને લઈને ચિંતા વ્યકત કરી રહ્યા છે.

Most Popular

To Top