Halol

વિશ્વેશ્વર મહાદેવ મંદિરના 27 વર્ષ પુરા થતા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

હાલોલ: હાલોલ વડોદરા રોડ ઉપર સ્મશાનમાં “વિશ્વેશ્વર મહાદેવ ” મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે સ્મશાન ટ્રસ્ટ મહાદેવ મંદિર દ્વારા મંદિરની અંદર અને બહાર રંગોળી તેમજ ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
ઉજવણી પર્વ નિમિત્તે મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિ વિધાનથી ભૂદેવો દ્વારા “રુદ્રયાગ ” યજ્ઞ રાખવામાં આવ્યો હતો અને તેની પૂજા અર્થે બે જોડાએ લાભ લીધો હતો. યજ્ઞ બાદ મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે 7:30 થી પ્રસાદીનો ભંડારો રાખવામાં આવ્યો હતો. તેમાં હજારો ભક્તોએ દર્શન તેમજ પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top