Vadodara

માણેજા ગામમાં ABB કંપનીની માંગણી પર 30 મીટરનો રસ્તો રદ થવાની શક્યતા

કેન્દ્ર સરકારે પત્ર લખતા ટાઉન પ્લાનિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરા

અગાઉ પણ કંપનીના વિસ્તરણના કારણે ગ્રામજનો સ્મશાનના માર્ગથી પણ વંચિત થયા હતા

માણેજા ગામમાં આવેલી ABB કંપનીના કંપાઉન્ડ અને બાંધકામ વચ્ચેથી 30 મીટરનો રસ્તો જવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ રસ્તો રદ કરવો પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. ABB કંપનીએ થોડા વર્ષોથી આ રસ્તો રદ કરવા લેખિતમાં માંગણી કરી રહી છે. શરૂઆતની 1996ની વિકાસ યોજનામાં આ રસ્તો નહોતો બતાવવામાં આવ્યો. પરંતુ 2006ની બીજી યોજના મુજબ તે દાખલ થયો હતો. જે યોજના 2012થી અમલમાં છે. હવે ABB કંપનીએ ફરીથી રજૂઆત કરી છે કે, આ રસ્તો તેમના કંપાઉન્ડ અને બાંધકામના માર્ગે આવતો હોવાથી તેનું કામકાજ અટકે છે. આ બાબતે શહેરી વિકાસ વિભાગે જણાવ્યું છે કે જો રોડને હટાવવો હોય તો વુડાને દરખાસ્ત મોકલવી પડશે અને નિયમ મુજબ પ્રક્રિયા કરવી પડશે.

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓએ પણ કહ્યું છે કે આ 30 મીટરનો રોડ હકીકતમાં અમલમાં લાવવો શક્ય નથી. કારણ કે એ તરફ પહેલેથી મકરપુરા GIDC વિસ્તારમાં 24 મીટરનો રોડ કાર્યરત છે. હવે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં આ રસ્તો રદ કરવા બાબત સામાન્ય સભાની મંજૂરી લેવા માટે મુદ્દો મૂકવામાં આવ્યો છે. જો મંજૂરી મળે તો આ રસ્તો હટાવવામાં આવશે. જોકે મળતી માહિતી મુજબ, અગાઉ જ્યારે આ કંપની નાની હતી ત્યારે આ રસ્તો પરથી અવર જવર સ્થાનિકો દ્વારા કરાતી હતી. ઉપરાંત, અહીં બીજો એકપણ રસ્તો હતો જ્યાંથી પણ વિસ્તારના લોકો અવર જવર કરતા હતા. જે તે સમયે એ માર્ગનો ઉપયોગ ગામલોકોને સ્મશાનમાં જવા આવવા માટે થતો હતો. પરંતુ, એ માર્ગ પણ તે સમયે ABB કંપનીને સોંપી દેવાયો હતો. જેથી ગામલોકોને સ્મશાન જ નવું બનાવવાની ફરજ પડી હતી. કંપની મોટી થયા બાદ હવે જે 30 મીટરનો માર્ગ છે તે કંપનીની અંદર આવી ગયો છે એટલે હવે આ રસ્તો પણ કંપનીને સોંપી દેવની દરખાસ્ત ટાઉન પ્લાનિંગ સમક્ષ રજૂ કરાઈ છે જેને મંજૂરી માટે સભામાં રજૂ કરાશે.

Most Popular

To Top