કાલોલ :
કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આર ડી ભરવાડ સર્વેલન્સ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર હતા, ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૭ વર્ષ ૧ માસ ૯ દિવસની સગીરા ને લલચાવી પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જનાર ભાગતો ફરતો આરોપી અશોકભાઇ ઉર્ફે પુનિયો ચંદુભાઈ મકવાણા રે. વ્યાસડા તા કાલોલ આરોપી હાલ હીરો કંપની પાસે મધવાસ ખાતે ભોગ બનનાર સાથે હાજર વાહનની રાહ જોઈ રહ્યો છે. જે બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડ અને સર્વેલન્સ સ્ટાફ તથા વુમન કોન્સ્ટેબલ સાથે સ્થળ ઉપર પહોંચી જતા આરોપી તથા ભોગ બનનાર મળી આવતા તેઓને કાલોલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.