ત્રણેય અરજદાર આરોપીઓને રૂ.20,000 તથા તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા સાથે કોર્ટની શરતો નું પાલન કરવું પડશે
( પ્રતિનિધિ) વડોદરા તા. 04
ગત તા.15 એપ્રિલના રોજ રાત્રે પોણા દસની આસપાસ એક પરિવારના સભ્યો મોટરસાયકલ પર દંતેશ્વર થી આજવારોડ તરફ જતા હતા તે દરમિયાન રસ્તામાં પાલતુ કૂતરાને કારણે એક ઇસમ સાથે બોલાચાલી બાદ ત્રણ જણાએ મોટરસાયકલ સવાર દંપતીને માર માર્યો હોવાના તથા મહિલાના કપડાં ખેંચી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ કંટ્રોલમાં ફરિયાદ બાદ આ કેસમાં અરજદાર તરફે વકીલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 482મુજબ આગોતરા જામીન અરજી વડોદરાના સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં ત્રણેય અરજદારોના આગોતરા જામીન માટે પ્રત્યેકને રૂ.20,000 અને તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરી કોર્ટની શરતો મુજબ આગોતરા જામીન આપવાનો ચૂકાદો આપવામાં આવ્યો.
ગત તા.15-04-2025 ના રોજ શહેરના આજવારોડ સ્થિત સરદાર એસ્ટેટ નજીક બીએસયુપી આવાસ યોજનામાં પરિવાર સાથે રહેતા નીતીનભાઇ બાબુભાઇ વસાવા જેઓ સરદાર એસ્ટેટમા સુપર સાયન્ટિફિક કંપનીમાં ફરજ બજાવે છે તેઓ પોતાના પત્ની અને બાળક સાથે મોટરસાયકલ પર ગત તા.15-0-2025 ના રોજ પોતાની માતાના ઘરે દંતેશ્વર ગયા હતા અને રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે પરત ઘરે આવતા હતા તે દરમિયાન ઝંડાચોક અનુપમ નગર પાસે પાલતુ કૂતરું રસ્તામાં આવી જવા બાબતે ભરત ભરવાડ સાથે બોલાચાલી થઇ હતી જેમાં ભરત ભરવાડ, લક્ષ્મણ ઉર્ફે મુન્નો ભરવાડ તથા ભવન ભરવાડે દંપતી ને માર માર્યો હોવાના તથા મહિલાના કપડાં ખેંચી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી અંગેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી આ કેસમાં આરોપીઓ તરફે આગોતરા જામીન માટે વકીલ શીતલબેન ઉપાધ્યાય દ્વારા ત્રણેય આરોપી અરજદારોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 482 મુજબ આગોતરા જામીન માટે પાંચમા અધિક સેશન્સ જ્જ (એમ.એમ.સૈયદ)ની કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેમાં એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય ની રજૂઆતોને પગલે ત્રણેય અરજદારો જેમાં ભરતભાઇ જગમલભાઇ ભરવાડ, ભવાનભાઈ જગમલભાઇ ભરવાડ તથા લક્ષ્મણભાઇ ઉર્ફે મુન્નો ભરવાડ પ્રત્યેકને ભારતીય દંડ સંહિતાની કલમ 115(2),269(બી),351(3),76,74 મુજબના ગુનામાં રૂ.20,000 તથા તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા સાથે કોર્ટની શરતો ના પાલન કરવા સાથે આગોતરા જામીન પર મુક્ત કરવાનો હૂકમ કરવામાં આવ્યો હતો.