અરજદાર આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483 મુજબ નિયમિત જામીન અરજી મંજુર કરવામાં આવ્યા છે અરજદારને રૂ.10,000 ના જામીન અને તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ આપવાના રહેશે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 04
શહેરના માણેજાની એબીબી કંપનીના કેબલ ચોરીના કેસના આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483 હેઠળ નિયમિત જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી.અરજદાર આરોપીએ રૂ.10,000ના જામીન અને તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરી શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરાના શિવશક્તિ બંગલોઝમા ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને પ્રથમ પેકર્સ નામની સરકાર માન્ય આઇ.એસ.ઓ. રજીસ્ટર્ડ લેબર કોન્ટ્રાકટર તરીકે છેલ્લા પચ્ચીસ વર્ષથી પ્રાઇવેટ કંપની ચલાવે છે તેમની કંપનીને માણેજા ખાતે આવેલી એબીબી કંપનીમાં સ્ટોર હેન્ડલીગ માટે લેબર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો ગત તા.24 જાન્યુઆરી,2025ના રોજ એબીબી અને પનીના કંપનીના સબ કોન્ટ્રાકટર સન ઇલેક્ટ્રો સ્ટેરીક, બેંગલોર દ્વારા 45મીટર કેબલનો ઓર્ડર મળતા એબીબી કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અનીલ ચૌધરીએ સ્ટોરમાં કેબલ ચેક કરતાં કેબલનો સ્ટોક ઓછો હોવાનું જાણાયુ હતું ફિજીકલ સ્ટોક ચેક કરતાં કેબલ ચોરી થયાનું જણાયું હતું જેથી પ્રથમ પેકર્સના કર્મીઓ અંકુર પટેલ,અનિલ ચૌધરી અને રૂમ ઇન્ચાર્જ સાજીદ મેમણ જેઓની પરવાનગી બાદ જ સ્ટોર ખુલી શકે અને સ્ટોરની ચાવી સિક્યુરિટી ઓફિસમાં રજીસ્ટર માં સહી બાદ જ મળે તેઓએ ફિઝીકલી સ્ટોક ચેક કરતાં આખરે કંપનીમાં લગાડેલા સીસીટીવી કેમેરા,પંચીગ મશીન ચેક કરતાં ગત તા.04જાન્યુ.2025ના રોજ 03:05 થી 7:30દરમ્યાન કંપનીની પરવાનગી વિના એબીબી કંપનીના વેન્ડર યાદવ રોડ કેરિયર ના કામ કરતા માણસોએ અલ્ટો કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે – 06-ઇક્યુ-4822 લઇ મટીરીયલ્સ સ્ટોરના પાછળ જઇ પતરાનો ભાગ હટાવી ગેરકાયદેસર રીતે સ્ટોરમા પ્રવેશી છ ઇસમોએ અલગ અલગ ત્રણ કેબલો જેની આશરે કિંમત રૂ 32,69,718 લઇ સ્ટોર રૂમમાંથી બહાર કાઢી પાછળના ભાગે ઉભેલી બોલેરો ખાનગી વાહન જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીટી-8436મા મૂકી તે કેબલ અલ્ટ્રો લઈ ગયા હોવાનું જણાતાં એબીબી કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી .આ કેસમાં
1.રંગેશ વિરસિંગભાઇ રાઠવા (રહે.વચલાફળિયા,રૂમાડીયા,તા.ક્વાટ જી.છો.ઉ.)
2.સંજય ઓમપ્રકાશ સિંઘ (રહે.એ-1, વૃંદાવન પાર્ક, ક્રિશ્ના કોમ્પલેક્ષ પાછળ, જામ્બુવા રોડ, વડોદરા)જે ખાનગી ન્યૂઝ ચેનલનો પત્રકાર તરીકે જોડાયેલ છે
3.વિપીન પ્રતાપભાઇ તડવી (રહે.વાલપુર,ખુનવાડા)
4.કમલેશભાઇ રમણભાઇ રાઠોડિયા (રહે.97,નવી નગરી, તરસાલી બાયપાસ)
5.નાગેશ્વરભાઇ બળવંતભાઇ રાવત (રહે.29,5ક્રિશ્ના મઢી, ભાયલી)
6.અજય સી.પાટણવાડિયા (રહે.વડોદરા)
આ કેસમાં અરજદાર સંજય ઓમપ્રકાશ સિંઘ (રહે.એ-1, વૃંદાવન પાર્ક, ક્રિશ્ના કોમ્પલેક્ષ પાછળ, જામ્બુવા રોડ, વડોદરા) તરફે એડવોકેટ ધર્મેશ એમ. દૂબે દ્વારા ગત તા.02-05-2025 ના રોજ સેશન્સ કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483હેઠળ નિયમિત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી આ કેસમાં એડવોકેટ ધર્મેશ દૂબેએ રજૂઆત કરી હતી કે, અરજદાર આરોપી ગત તા.08-03-2025 થી ન્યાયિક કસ્ટડીમાં છે અગાઉ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.સેસન્સ કોર્ટના આઇ/સી સેશન્સ જજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483 મુજબ અરજદારના જામીન મંજૂર કર્યા હતઆ. અરજદાર સંજય ઓમપ્રકાશ સિંહ ને રૂ 10,000 ની જામીનગીરી અને તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા હ તેમજ કોર્ટની શરતો નિયમોનું પાલન કરવાનું રહેશે.
કયા મુદ્દાઓ પર જામીન અરજી રજૂ કરાઇ
-અરજદારને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યો છે
-અરજદારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ સંબંધ નથી
-ગુનો તા.04-01-2025 ના રોજ બન્યાનો આરોપ જેની ફરિયાદ તા.02-03-2025 ના રોજ નોંધાઇ,
વિલંબિત આઇ આર શંકા ઉપજાવે છે.
-તપાસ પૂર્ણ થ ઇ છે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
-આરોપીનો કોઇ ગુનાહિત ભૂતકાળ નથી.
-અરજદારને કરાર આધારિત સુપરવાઇઝર તરીકે રાખવામાં આવ્યો હતો.
પીપોલીસ ને આરોપી પાસે કોઈ મુદ્દા માલ મળ્યો નથી.