Vadodara

તાંદલજા પોલીસ ચોકી સામે રીક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક તથા એક બાળકને ઇજા

વડોદરા,: શહેરમાં બેફામ રફ્તાર વાહનોનો કહેર યથાવત જોવા મળી રહ્યો.શહેરમા ટ્રાફિક પોલીસ અને સીસીટીવી કેમેરા વચ્ચે પણ આડેધડ અને બેફામ દોડતા વાહનો પર લગામ લગાવવી જરૂરી બની ગયું છે.વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પાસે ટેકનોલોજી સાથેના સાધનો છે જેમાં લેઝર સ્પિડ ગન થકી પૂરઝડપે વાહનો હંકારતા વાહનોને પકડી પાડે છે પરંતુ તેનો ઉપયોગ માત્ર નેતાઓ આવવાના હોય કે પછી જ્યારે ટ્રાફિક ડ્રાઇવ યોજવાની હોય અથવા તો કોઇ બનાવ બને ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે બાકીના દિવસોમાં નહિવત ઉપયોગ થાય છે જેના પરિણામે શહેરમાં બેફામ વાહનો દોડી અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે બુધવારે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ તાંદલજા પોલીસ ચોકી સામે મહારાજા ચોકડી પાસે એક પેસેન્જર રિક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા પલ્ટી જતાં આમીના હાઇટ્સ તાંદલજા માં રહેતા રિક્ષા ચાલક ઝાહિર શેખ રીક્ષા નીચે દબાઇ ગયો હતો સાથે જ એક બાળકને ઇજા પહોંચી હતી જ્યારે બુલેટ ચાલક હર્ષિત ને પણ ઇજાઓ પહોંચી હતી બનાવને પગલે લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ઉભી કરી રિક્ષા ચાલક અને બાળકને બહાર કાઢ્યા હતા.

Most Popular

To Top