Kapadvanj

કપડવંજથી દાણા અનારા રોડ બિસ્માર, ૨૦ ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો

કપડવંજ: કપડવંજથી દાણા અનારા રોડ ૧૫ કિલોમીટર જેટલું અંતર છે અને આજુબાજુના ૨૦થી વધારે ગામોને જોડતો રોડ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે.
આ કપડવંજ અને કઠલાલ એમ બંને મુખ્ય તાલુકા માથકને જોડતો રોડ છે. તેમાં સમાવિષ્ટ થતાં ગામોની વાત કરીએ તો અનારા,જરમાળા,દાણા, વાસણા,અંબેપુરા,શંકરપુરા, દાંપટ(ઐતિહાસિ નગરી), દહિઅપ(સેનામાં સૌથી વધુ વીર જવાનો ધરાવતું ગામ), આંબલીયારા,અંકલઇ,તંથડી, ગાડિયારા,વેણીપૂરા,મિરાપુર, કેસરપુરા,લીલવા,મહાદેવપુરા વગેરે જેવા ગામો આવેલા છે. હવે મહત્વની વાત એ છે કે, આ રોડ છેલ્લી કક્ષાની હદ સુધી ખરાબ થઈ ગયો છે. રોડ પર ઠેર ઠેર ખાડાનુ સામ્રાજ્ય છે.આમ તો ૧૫ મિનીટનો રસ્તો છે.પણ ખરાબ રોડને કારણે ૩૦ મિનિટ કરતાં પણ વધારે સમય લાગી જાય એવી પરિસ્થિતિ છે. જો આ વિસ્તારમાં કોઈને શારિરીક તકલીફ થાય અને જો ૧૦૮ બોલાવવી પડે તો ૧૦૮ પણ સમયસર ન પહોંચી શકે એટલો ખરાબ રોડ છે. તો તંત્ર દ્વારા આ રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી તંથડીના જાગૃત નાગરિક સુરેશભાઈ ભોઈ અને આજુબાજુના ગ્રામજનોની માગણી છે.

Most Popular

To Top