Vadodara

દશ વર્ષ પહેલાં લગ્ન કરીને છુટાછેડા લીધા વગર મહિલાએ વડોદરાના યુવક સાથે લગ્ન કરી ને છેતરપિંડી કરી

માત્ર બે સપ્તાહ લગ્ન જીવન ભોગવીને મુંબઇ ચાલી ગયેલી પરિણીતાનો ભાંડો પતિ પાસે ચાર મહિનામાં ફુટી ગયો.
વડોદરા: પોતાના સમાજમાં જ રીત રીવાજ મુજબ લગ્ન કરીને આવેલી પરિણીતા માત્ર બે સપ્તાહ સુધી જ લગ્ન જીવન ભોગવીને મુંબઇ ચાલી ગઈ હતી. પત્ની સાથે રહેવા વડોદરાથી ગયા બાદ પતિ પાસે જ પત્નીનો ભાંડો ફૂટ્યો હતો કે તેના લગ્ન 2015મા ઉત્તર પ્રદેશ ના યુવાન સાથે થયા હતા.
કોયલી ખાતે આવેલી રિલાયન્સ કંપનીમાં ફાયર ફાઇટર પદે 20 વર્ષથી ફરજ બજાવતા ઉમેશ ભોલા યાદવના મોટા પુત્ર મુકેશ સાથે વિશ્વાસઘાતનો બનાવ બન્યો હતો. કેનેડામાં ટેક્નિશિયનની ફરજ બજાવતા મુકેશના લગ્ન માટે યુવતીની શોધખોળ ચાલી રહી હતી. તેમના સમાજમાં ઓળખાતા અશોક યાદવે 2015મા ફોન દ્વારા સંપર્ક કરી ને તેમની પુત્રીના લગ્ન માટે વાતચીત કરી હતી યુવક યુવતીના માતા પિતાએ એકબીજાના બાયોડેટા અને ફોટાની આપ-લે કરીને બંનેનો સંપર્ક કરાવ્યો હતો. લાંબા સમય સુધી વાતચીત કર્યા બાદ એકબીજાને પસંદ કરતા મુકેશ અને નીલુના લગ્ન ડભોઇ ખાતે વાઘનાથ મહાદેવ મંદિરમાં સમાજના રીતરિવાજ મુજબ મહારાજની હાજરીમાં કરાવ્યા હતા. ડભોઇ નગરપાલિકામાં લગ્ન નોંધણી પણ કરાવી હતી.લગ્ન સમયે યુવતી નીલુ સિવાય તેના પરિવારજનો કે માતા-પિતા સહિત કોઈ પણ હાજર ન હતા. બે સપ્તાહ બાદ નીલુએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતે વાલ્મિક ટેકનોલોજી કંપનીમાં નોકરી કરું છું, મારે જવું પડશે. તેમ કરીને મુંબઈ ગયા બાદ ચાર મહિના સુધી સાસરે આવી જ નહીં. પતિ તથા સાસુ સસરા જણાવતા હતા કે ઘરે આવ, તો રજા નથી મળતી નું બહાનું કાઢીને મુંબઈ રહેતી હતી. આખરે પતિ મુકેશ પત્નીના ઘરે ગયો હતો અને થોડો સમય રહેતા પત્નીના મોબાઇલ ઉપર વારંવાર ફોન આવતા હોવાનું જાણ્યુ હતું. ઉડાવ જવાબ આપતી પત્ની નીલુએ કહ્યું કે મારી કંપનીના ડ્રાઇવરનો ફોન છે. જેથી શંકાના આધારે પતિએ પોતાના મોબાઈલથી અજાણ્યા નંબર ઉપર ફોન કરતા સામેથી જણાવ્યું કે નીલુ મારી પત્ની છે. હું મોહિત યાદવ છું. અમારા લગ્ન 2015માં ઉત્તર પ્રદેશ ખાતે થયા હતા. જે સાંભળીને ચોંકી ઉઠેલા પતિએ તેના પરિવારજનોને વાત કરી હતી.પુત્રીના અગાઉના લગ્નના કારનામા ઉપર ઢાંક પીછોડો કરતા એના પિતા અશોક યાદવે કહ્યું કે મોહિત મારી પુત્રીનો મિત્ર છે. તેઓ મજાકમાં વાત કરે છે.
પતિ સાથે વિશ્વાસઘાત કરતી પત્ની નીલુ અશોક યાદવ અને મોહિત જટાશંકર યાદવ વિરુદ્ધ ડભોઇ પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top