ગોરવા પોલીસના સેકન્ડ પીઆઈ સી.એચ. આસુન્દ્રાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને “લીવ રિઝર્વ” પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા હેડકોન્સ્ટેબલ જયેશ દેસાઈ ની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી
વડોદરા: ગતરોજ સોમવારે બપોરે વડોદરાના કોર્ટ પરિસરમાં બનેલી એક વિવાદાસ્પદ ઘટનાએ ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર વચ્ચેના સંબંધો અંગે ચર્ચા જગાવી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા કોર્ટ પરિસરમાં અમદાવાદના વકીલ સાથે ગોરવા પોલીસ સ્ટેશનની સેકન્ડ પીઆઇ સી.એચ. આસુન્દ્રા અને હેડ કોન્સ્ટેબલ જયેશ દેસાઈએ લાફો મારવાની ઘટનાએ વકીલ આલમમાં ભારે આક્રોષ જગાવ્યો છે.ઘટનાની ગંભીરતા બાદ, વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ગોરવા પોલીસના સેકન્ડ પીઆઈ સી.એચ. આસુન્દ્રાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને “લીવ રિઝર્વ” પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા હેડકોન્સ્ટેબલ જયેશ દેસાઈ ની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

ગતરોજ સોમવારે બપોરે અમદાવાદ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શેખ મોહંમદ આદિલ 307 કેસના આરોપી હિતેશ ગોહિલને કોર્ટમાં સરન્ડર માટે વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ એ.કે.શાહની કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં આરોપીની અરજી નામંજૂર થતાં એડવોકેટ હિતેશ ગોહિલ સાથે બહાર આવી રહ્યા હતા તે દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સેકન્ડ પીઆઇ સી એચ આસુન્દ્રા તથા હેડ કોન્સ્ટેબલ જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે “તારું કામ પૂરું થયું તું નિકળ અમે જ સુપ્રીમ છીએ” તેમ જણાવતા એડવોકેટ શેખ મોહંમદ આદિલે વ્યવસ્થિત રીતે વાત કરવાનું જણાવતાં અચાનક ગોરવાના સેકન્ડ પીઆઇ સી એચ આસુન્દ્રા તથા હેડ કોન્સ્ટેબલ જયેશ દેસાઈએ એડવોકેટ ને બે લાફા ઝીંકી દીધા હતા અગાઉ 26 જાન્યુઆરી,2025 ના રોજ ગોરવાના સેકન્ડ પીઆઇ સી એચ આસુન્દ્રા તથા પોલીસ કર્મીઓએ હિતેશ ગોહિલના બે મિત્રોને પ્રાઇવેટ પાર્ટ પકડાવી પોલીસ સ્ટેશનમાં ફેરવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો તથા ભોગ બનનાર એડવોકેટ શેખ મોહંમદ આદિલ દ્વારા સેકન્ડ પીઆઇ સી એચ આસુન્દ્રા દ્વારા આરોપી પાસેથી નાણાંની માંગણી કરી ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ કર્યા હતા.સમગ્ર ઘટનાને લઈને વડોદરા વકીલ મંડળ સહિત વકીલ આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક વડોદરાના વકીલોએ બેઠક બોલાવી સુઓમોટો દાખલ કરી હતી સાથે જ ઠરાવ પસાર કર્યો હતો.સમગ્ર મામલે વડોદરાના શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સેકન્ડ પીઆઇ સી એચ આસુન્દ્રા તથા હેડ કોન્સ્ટેબલ જયેશ દેસાઈની બદલી કરી દેવામાં આવી છે .

ગોરવા પોલીસના સેકન્ડ પીઆઈ સી.એચ. આસુન્દ્રાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને “લીવ રિઝર્વ” પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા હેડકોન્સ્ટેબલ જયેશ દેસાઈ ની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.બીજી તરફ ભોગ બનનાર વકીલ તરફથી લેખિતમાં ફરિયાદ નોંધાવાતા, પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસનો ચાર્જ એસીપી એ.વી. કાટકડને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવશે.