Vadodara

બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનામાં બે આરોપીઓના વડોદરા સ્પેશિયલ જજ અને એડિશનલ સેશન્સ જજ દ્વારા જામીન મંજૂર

બંને આરોપીઓને રૂ.25,000 ના જામીન અને તેટલી જ રકમના જાત મુચરકો અદાલત સમક્ષ રજૂ કરવા સાથે કેટલીક શરતોને આધિન જામીન મંજૂર કરાયા

(પ્રતિનિધિ) વડોદરા તા 02,

શહેરના આજવારોડ ખાતે આવેલ સોસાયટીના રહેતા બે ઇસમો વિરૂધ્ધ ગત તા.08-04-2025 ના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા પોતાની પૌત્રીને ઘરમાં રાખી ફરિયાદી સાથે મારપીટ કરી હોવાના તથા જાતિ વિષયક શબ્દો બોલી ગુનો કર્યાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની અટક કરી એક દિવસના રિમાન્ડ બાદ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા જ્યાં આરોપીઓ તરફે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ -483 હેઠળ જામીન અંગે વડોદરા ના સ્પેશિયલ જજ (એટ્રોસિટી કેસીસ) અને નવમા એડિશનલ સેશન્સ જજ સમક્ષ રજૂઆત કરતા બંનેના જામીન મંજૂર કરવામાં આવ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આજવારોડ વિસ્તારમાં લકુલેશનગર-2 પાસે ગોપાલક્રિશ્ન સોસાયટીમાં મકાન નંબર સી -53મા રહેતા ગજરાબેન શીવાભાઇ વસાવા દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ગત તા.08-04-2025 ના રોજ તે જ સોસાયટીમાં રહેતા બે ઇસમો નામે જગદીશ ડાહ્યાભાઈ મિસ્ત્રી ઉ.વ.65 રહે. સી -11, ગોપાલક્રિશ્ન સોસાયટી,લકુલેશનગર -2, આજવારોડ તથા ભાવિક રજનીભાઇ પંડ્યા,ઉ.વ.43, રહે. ગોપાલક્રિશ્ન સોસાયટી, લકુલેશનગર -2 આજવારોડ ખાતે રહેતા બંને વિરુદ્ધ પોતાની 19 વર્ષીય પૌત્રી ને લલચાવી, ફોસલાવીને પોતાની પાસે ઘરમાં રાખી ગજરાબેન સાથે મારપીટ ઝઘડો કરી જાતિ વિષયક શબ્દો બોલી ગુનો કર્યો હોવાની ફરિયાદના આધારે બાપોદ પોલીસ દ્વારા ગત તા.19-05-2025 ના રોજ બંને આરોપીઓની અટક કરી ગત તા.20-05-2025 ના રોજ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં અદાલત દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા ત્યારબાદ આરોપીઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. બંને આરોપીઓ તરફે એડવોકેટ અરવિંદ એન.ગઢવી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483મુજબ જામીન મેળવવા તા.26-05-2025 ના રોજ વડોદરા સ્પેશિયલ જજ (એટ્રોસિટી કેસીસ) અને નવમા એડિશનલ સેશન્સ જજ સમક્ષ અરજી કરી હતી જેમાં ફરિયાદી પક્ષે સરકાર તરફે એડવોકેટ ડી જે નારિયેળવાળા તપાસ અધિકારી નું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું આ કેસમાં આરોપીઓ તરફે વકીલ એ.એન.ગઢવીની ધારદાર રજૂઆતો ને ધ્યાનમાં રાખીને નવમા એડિશનલ સેશન્સ જજ દિગ્નેશકુમાર સોની દ્વારા તા.29-05-2025 ના રોજ અરજદાર આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ -483 મુજબ રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં બંને આરોપીઓને રૂ.25,000ના જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકો અદાલત સમક્ષ રજૂ કર્યેથી જામીન મંજૂર કરાયા હતા સાથે જ આરોપીઓએ કેટલીક શરતોનું પણ પાલન કરવાનું રહેશે તેમ જામીન ચૂકાદામાં જણાવાયું હતું.

જામીન અરજી અંગે વકીલ દ્વારા આરોપીઓના જામીન મંજૂર માટેની રજૂઆતો

-પૂર્વ આયોજિત કાવતરું કરી બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ
-શકના આધારે ફરિયાદ કરાઇ
-આરોપી જગદીશ મિસ્ત્રી ને ભાર્ગવીની માતા સાથે ભાઇ બહેન જેવા સંબંધ અને કુટુંબ જેવા સંબંધ છે
-આરોપીઓ કોઈ ગુનાઇત ઇતિહાસ ધરાવતા નથી
-આરોપીઓ વડોદરાના છે ભાગી જાય તેમ નથી
-ભાર્ગવીનુ સોગંદનામું નોટરી રૂબરૂમાં કરવામાં આવેલું છે
-જગદીશ મિસ્ત્રી ને ગળામાં અન્નનળી નું કેન્સર છે,અશક્ત છે
-આરોપી ભાવિક પંડ્યા યુવાન છે તેની માતા વિધવા છે જેઓના ભરણપોષણની જવાબદારી તેના પર છે.

Most Popular

To Top