બરોડા ડેરીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર : સાવલીના ધારાસભ્યે વળતો કરતા પ્રહાર કહ્યું, ચેરમેન અને એમડીનું નિવેદન હાસ્યાસ્પદ અને બે જવાબદાર
બરોડા ડેરી અને સેન્ટ્રલ કો.ઓપેટીવ બેન્કનો એગ્રીમેન્ટ એજ મોટો તપાસનો વિષય :
( પ્રતિનિધિ )વડોદરા,તા.3
મીરા કુવા દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડના આક્ષેપ બાદ બાદ બરોડા ડેરીનો વિવાદ વકર્યો છે અને સામસામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગતરોજ બરોડા ડેરીના ચેરમેન અને એમડી દ્વારા આપેલા નિવેદન બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે એ નિવેદનને બે જવાબદાર અને હાસ્યાસ્પદ ગણાવી સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક અને બરોડા ડેરી વચ્ચેનું એગ્રીમેન્ટ એ સૌથી મોટો તપાસનો વિષય છે એવો દાવો કર્યો હતો. તેમણે ડીએસપી નો અહેવાલ રજૂ કરી કહ્યું હતું કે, આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. બરોડા ડેરી એમાંથી છટકી ના શકે. એમડી, નિયામક મંડળ જ જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા.
બરોડા ડેરીમાં ચાલી વિવાદને લઈને ફરી એક વખત સાવલીના ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે. ગતરોજ બરોડા ડેરીના ચેરમેન દીનું મામા અને એમડી દ્વારા આપેલા નિવેદન બાદ તેમણે આ નિવેદન સામે કરેલા વળતા પ્રહારમાં જણાવ્યું હતું કે, એ નિવેદન બેજવાબદાર અને હાસ્યાસ્પદ છે. તેઓ કહેતા હતા કે આ ભ્રષ્ટાચાર ની વાત ખોટી છે. બરોડા ડેરી એમાંથી છટકી ના શકે. એમાં એમડી નિયામક મંડળ એ જવાબદાર હોય અને હોય જ. કેમકે, નાના પ્રમુખ રવજીભાઈ અને મંત્રી વિક્રમસિંહનું ગજુ નથી. સેન્ટ્રલ કોપરેટીવ બેંકની અંદર આ કૌભાંડ ચાલે છે. બેંકની અંદર જે ટ્રાન્જેક્શન થાય છે. પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્જેક્શન ચાલુ રહે છે. આ અધિકાર પત્ર આપવામાં આવે છે. એ અધિકાર પત્ર ની અંદર સહી અને અંગૂઠો લેવામાં આવે છે. દસ દિવસે પેમેન્ટ આવે છે. દસ દિવસે પેમેન્ટમાં એમની સહી લેવાય કાં તો એમનો અંગૂઠો લેવાય, હવે એ વેરીફાઈ પણ નથી કરતા અને પૈસા ચૂકવાઇ જાય છે, તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે. સરકારે ત્રણ વર્ષથી ઓડિટ કર્યું જ નથી. સરકાર દ્વારા ઓડિટ નથી થયું. એ દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે. અત્યારે મંડળી એ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે.
ડિજિટલ પેમેન્ટ કેમ નથી થતું?
ઈનામદારે વધુમાં કહ્યું કે અત્યારે આખી ડિજિટલ સિસ્ટમ વડાપ્રધાને લાવી દીધી છે. આપણે સબસીડી પણ જે સરકારની મળતી હોય એ ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઇન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો પણ એ થઈ જાય છે. ત્યારે, ડેરીએ સેન્ટ્રલ કોપરેટીવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું હશે. બીજું કે, આ એક દસ દિવસનું પેમેન્ટ કે જે લગભગ મારા ધ્યાન મુજબ 50 કરોડથી સો કરોડનું છે. આટલી મોટી રકમ જ્યારે દસ દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઇન સિસ્ટમ થઈ ગઈ છે. ડાયરેકટ સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે. તો પછી અધિકાર પત્ર નો નિયમ કેમ ? આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ.કો.ઓપરેટિવ બેન્કનો એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે. બરોડા ડેરી અને સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં જે તમામ મંડળોના એકાઉન્ટ છે. એ એકાઉન્ટની અંદર મેજોરીટી એકાઉન્ટની અંદર અધિકાર પત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે સભાસદ સાચો છે કે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી. એનું કારણ આ મેરા કુવામાં બહાર આવ્યું છે.
મારા વિસ્તારમાં કઈ પણ ખોટું થતું હશે તો આ જ રીતે ન્યાય અપાવીશ
ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને જે વાત કરી એ નિવેદન કર્યું એ નિવેદન અને બે જવાબદાર છે અને કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે. જે આ ભ્રષ્ટાચારનો પુરાવો છે એ બરોડા એમાંથી છટકી ના શકે. એમાં એમડી નિયામક મંડળ એ જવાબદાર હોય અને હોય જ. કેમકે, પ્રમુખ મંત્રી મંડળીનો ખોટું કરે છે એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની એ જે થઈ રહ્યું છે, કોના હિસાબે થઈ રહ્યું છે. તપાસ તો મેં ડેરી પાસે પણ માંગેલી છે. એમડીને પણ લખીને આપેલું છે કે, આની તપાસ થવી જોઈએ તો બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને તો નિવેદન એવું કરવું જોઈએ કે મેરા કુવા ગામની અંદર આ મૃતક જે સભાસદોના નામે દૂધ પણ ભરાતું હતું અને એના પૈસા પણ ઉપાડતા હતા તો એ પૈસા ખોટી રીતે ઉપાડતા હતા અને જે બરોડા ડેરી અને નિયામક મંડળ આની સામે કાર્યવાહી કરશે. આ સ્ટેટમેન્ટની મને અપેક્ષા હતી એની જગ્યાએ તો એ લોકો તો કહે છે કે, તાલુકામાં વિકાસના કામોની અંદર શું થઈ રહ્યું છે એમાં ધ્યાન આપે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે, જ્યાં જ્યાં મારા વિસ્તારની અંદર કાં તો બીજી કોઈ જગ્યા પર કંઈ પણ નાની મોટી વસ્તુ મારા ધ્યાનમાં આવશે તો સો ટકા એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ. મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી. મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો. ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર કેમેરાની સામે બે જવાબદાર પરિવર્તન ના કરીએ અને એમડી જો એ રિટાયર્ડ થયા છે. એમને રાજીનામું આપી દીધું છે મારે એવું જાણવું છે કે, રાજીનામું આપ્યું અને બીજા મહિનામાં એ રિટાયર્ડ થાય છે, તો એવી તો કેવી તબિયત બગડી ગઈ કે બીજા મહિનાની રાહ પણ ના જોઈ અને અધવચ્ચેથી રાજીનામું આપી દીધું અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા, તબિયત તો કઈ લાગતી ન હતી કે એમની બગડી હોય અને ભગવાન કરે એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે પણ આ ઢાંકપીછોડો કરવાનું કારણ શું? એ મને ખબર નથી. એટલે હું કહું છું કે, આની અંદર મોટાપાયે કૌભાંડ છે અને મોટાપાયે કૌભાંડ બહાર આવશે. મારા બધા ધારાસભ્ય અગાઉ પણ સંકલન સમિતિની મીટીંગ બાદ ધારાસભ્યોએ એક વસ્તુ સ્પષ્ટ કરી હતી કે જ્યાં જ્યાં જનહિતની વાત હશે અમે લોકો એક સાથે છે અને આમાં બધા એક સાથે છે. કેમકે અમે પ્રજાના પ્રતિનિધિ છે. અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા અને રાજકીય રીતે લેવામાં ન આવે, પણ અત્યારે તો આ સંસ્થાનો પ્રશ્ન છે અને એની અંદર પાંચે પાંચ જિલ્લાના ધારાસભ્ય એક મતે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ.