સિંગવડ: સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી.
સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખીને સિંગવડના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં પી આઈ એમ કે ચૌધરી તથા p.s.i ઝાલા તથા. આઈ. બી. ઇન્સ્પેક્ટર ખાટ વગેરે દ્વારા બકરી ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લેવા જણાવ્યું હતું તથા કોઈપણ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ નહીં નાખવા વગેરે પર ધ્યાન રાખવા જણાવ્યું હતું