Charotar

નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન

નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ આંદોલનના માર્ગે, જય ભીમના નારા લગાવી કરાર આધારિતમાંથી આઉટસોર્સિંગમાં તબદીલ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો


(પ્રતિનિધિ) નડિયાદ તા. 2
નડિયાદ મહાનગરપાલિકામાં આજે સવારથી જ સફાઈ કામદારો આંદોલન માટે મનપાક કચેરી પહોંચ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા 11 વર્ષ જુના કરાર આધારિત તમામ કર્મચારીઓને આઉટસોર્સિંગમાં લેવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. હાલ કર્મચારીઓ એ કમિશનરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. નડિયાદ મહાનગરપાલિકામાં આજે 500 ઉપરાંત સફાઈ કર્મચારીઓ દ્વારા સવારથી જ ધામાં નાખવામાં આવ્યા હતા. મનપામાં 2014માં કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને હવે સમય મર્યાદા થતા તેમને કાયમી કરવાનો સમય આવ્યો હતો. છે

મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આ કર્મચારીઓને કરાર માંથી છુટા કરી અને તત્કાલ આઉટસોર્સિંગમાં નિમણૂક આપવાની તજવીજ હાથ ધરાયી હતી. જેના વિરોધમાં સવારથી જ અનુસૂચિત અગ્રણીઓની હાજરીમાં 500થી વધુ કર્મચારીઓ દ્વારા વિરોધ માટે ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ કર્મચારીઓની માંગણી છે કે સરકારી ઠરાવો નિયામો મુજબ કર્મચારીઓને કરાર આધારિત નિમણૂકમાં છુટા કરી આઉટ સોર્સિંગમાં લેવાને બદલે તત્કાલ કાયમી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે. આ મામલે કર્મચારીઓ નિયમો અને સરકારી ઠરાવો આગળ ધરી અને કમિશનરને રજૂઆત કરવા માટે પ્રયત્નશીલ બન્યા છે અને મનમાં પોતાનું નિર્ણય ફેરવી અને યોગ્ય નિર્ણય લે. હાલ કર્મચારીઓ મનપા કચેરીમાં જય ભીમ અને જય સંવિધાન સહિત ભારત માતાકી જય ના નારા લગાવી સૂત્રોચાર કરી ન્યાય કરવા માટે માંગણી કરી રહ્યા છે.

Most Popular

To Top