Editorial

વાયુનું પ્રદૂષણ નહીં અટકે તો તરૂણો શ્વસનતંત્રની બીમારીથી પીડાતા થઇ જશે

આ સપ્તાહમાં સમગ્ર વિશ્વ પોલ્યુશન ડેની ઉજવણી કરશે. જુદી જુદી રેલીઓ યોજશે અને સેમિનારો થશે પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે, આ એટલો ગંભીર વિષય છે કે તેના પર મંથન કરવું પડશે તો જ તેના પર કાબૂ મેળવી શકાશે નહીં તો આગમી સમયમાં તરુણો પણ ફેંફસાની બીમારીથી પીડાતા જોવા મળશે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક કોન્ફોરન્સ મળી હતી જેમાં દેશભરમાંથી 4000 કરતાં વધુ શ્વાસ અને ફેફસાના રોગોના નિષ્ણાત ડોક્ટરોએ આ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો.

આ ઉપરાંત કેટલાક વિદેશી ડેલિગેટ્સ પણ આ કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે વાત કરીએ તો શ્વાસ લેવો (Breathing) એટલે ઑક્સિજન પ્રચૂર હવા ફેફસાંમાં ભરવી અને ઉચ્છ્વાસ બહાર કાઢવો એટલે શ્વસનતંત્રની મદદથી અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડથી સમૃદ્ધ હવાને બહાર ફેંકવી. આપણા ફેફસાં લોહી શુદ્ધ કરવાનું કારખાનું છે. અહીં હ્રદયમાંથી અશુદ્ધ લોહી આવે છે અને ફેફસાંની અનેક નલીકાઓ તેમજ કોષોમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંનો ઑક્સિજન આ અશુદ્ધ લોહીને શુદ્ધ કરવા માટે શોષી લે છે અને અંગારવાયુ પાછો ફેંકે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.

હવે જો હવામાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ હોય તો ફેફસાંની આ કામગીરીમાં દખલ પહોંચે છે અને ધીરે-ધીરે ફેફસાં ઘવાતા જાય છે. એમની શક્તિ ઘટતી જાય છે અને ક્યારેક એમાંથી શ્વસનતંત્રના દમ, ન્યુમોનિયા, ખાંસી કે ફાઇબ્રોસિસ જેવા રોગો પેદા થાય છે. સામાન્ય રીતે ફેફસાંનો રંગ સ્વસ્થ્ય શરીરમાં ગુલાબી હોય છે. આ કૉન્ફરન્સ દરમિયાન દિલ્હીના એક તજજ્ઞે મારી સાથે વાત કરતા એવું અવલોકન કર્યું કે પહેલાં કોઈ પણ કારણસર પંદરથી સોળ વર્ષના તરુણનાં ફેફસાં ખોલીએ તો એ ગુલાબી દેખાતાં હતાં. આજે દિલ્હીના પ્રદૂષણને કારણે આ ઉંમરે પણ ફેફસાં કાળાં પડી ગયેલાં દેખાય છે.

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણની માત્રા એટલી વધારે છે કે એક દિવસમાં માણસ 20 સિગારેટ પીવે તેટલું નુકસાન આ પ્રદૂષણથી ફેફસાંને થાય છે. આ પ્રદૂષણ ક્રૉનિક રેસ્પિરેટરી પલ્મનરી ડિસીઝ જે ફેફસાના કોષોને તોડી નાખે છે. ફેફસામાં આવેલી નાની હવા નલિકાઓ તેને નુકસાન થવાને કારણે એમ્ફિસમા અને બ્રોન્કાઇટીસ જેવા રોગો થાય છે જે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (સીઓપીડી) કેટેગરી હેઠળ આવતા મુખ્ય રોગો છે. દમ એક અત્યંત પીડાકારક અને લાંબા ગાળા સુધી માણસને હેરાન કરતો રોગ છે.

જે હવામાં તરતા એલર્જન્સ, હવાનું પ્રદૂષણ, ખોરાકને લગતી કેટલીક બાબતો, ધૂમ્રપાન અને અન્ય કારણોસર થાય છે. આ ઉપરાંત જેને કારણે ક્રૉનીક રેસ્પીરેટરી ડિસીઝ એટલે કે વારંવાર થતા શ્વસનતંત્રના રોગો થાય છે તે ન્યુમોનિયા, ટ્યૂબરક્લોસીસ અને ફેફસાંના કૅન્સર જેવા રોગોનું એક મહત્ત્વનું કારણ પ્રદૂષણ છે. વિશ્વમાં લગભગ 24 કરોડ લોકો દમથી પીડાય છે તે સામે ભારતમાં 1.5થી 2 કરોડ લોકો અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું માનીએ તો ત્રણ કરોડ લોકો દમના
દર્દીઓ છે.

Most Popular

To Top