Shinor

શિનોરના ઘાટે ગંગા દશહરાના છઠ્ઠા દિવસે નર્મદાજીને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ

*શિનોર : વડોદરાના શિનોર મુકામે નર્મદા નદીના તટ પર આવેલા બુસા ફળીયાના ઘાટ ઉપર તારીખ 28થી ગંગા દશહરાનો પ્રારંભ થયો છે. રવિવારે સાંજે માં નર્મદાના કિનારે ભક્તો દ્વારા ભવ્ય ચુંદડી અર્પણ મનોરથનો કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો અને મહા આરતી પણ યોજાઈ હતી.
વડોદરા જિલ્લાના શિનોર ગામે બૂસા ફળિયાના નર્મદા નદીના ઘાટે છેલ્લા 80 વર્ષથી ગંગા દશાહરા મંડળ દ્વારા દશાહરાની મહા આરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શિનોર ગંગા દશાહરા મંડળ દ્વારા નર્મદા નદી ના તટ પર આવેલા બૂસા ફળિયાના ઘાટે થી તેરમાં ચૂંદડી મનોરથ તેમજ ગંગા દશાહરાનો પ્રારંભ કરાયો હતો.આ ધાર્મિક કાર્યક્રમ તારીખ 28/5/2025થી તારીખ 5/6/2025સુધી એટલે કે 10 દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામા આવે છે. આ 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનો લાભ લઈ સંધ્યાકાળે યોજાતી મહા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. હાલ આ બૂસા ફળિયાના નર્મદા નદીના ઘાટ ને ડેકોરોશન થી શણગારવામાં આવ્યો છે. કહેવાય છે કે મોક્ષ દાયીની ગંગાજી નુ સ્વર્ગ લોક પરથી પુથ્વી પર અવતરણ થયું હતું .ત્યારથી જ ગંગા દશાહરા પર્વ ભારે ધામધૂમથી શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવે છે.આ 10 દિવસ સુધી નર્મદા નદીમાં સ્નાન તેમજ વિધિવત રીતે પૂજા અર્ચના, દાન પુણ્ય કરવાથી 10 પ્રકારના પાપો માંથી મુક્તિ મળે છે.

રવિવારના દિવસે 5:30 કલાકે સાંજે નર્મદા મૈયાના વડોદરા જિલ્લાના શિનોરના નર્મદા નદીના તટ પર બુશા ફળિયા કિનારાથી સામેના કિનારે સિસોદરા નર્મદા કિનારા સુધી 300 મીટર જેટલી સાડીઓ ચૂંદડી રૂપી માં નર્મદાને અર્પણ કરવામાં આવી હતી, તે સમયે આખો કિનારો શ્રદ્ધાળુઓ દ્વારા હર હર નર્મદેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે 2500 થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.તથા મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું..શ્રદ્ધાળુઓને કોઈ હાલાકીના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી તારીખ 5/6/ 2025 ને ગુરુવારે ગંગાદશમી નિમિત્તે ગંગા દશહરાનું સમાપન કરવામાં આવશે. હજારો
ભક્તોએ મા નર્મદાના સ્નાન કરી સૌ ભાવિ ભક્તોએ અનેરો લાભ લીધો હતો. અને દરેક ભક્તોમાં માનર્મદા માતાજીને ચુંદડી મનોરથ નો ઉત્સાહ જોવા મળ્યો હતો…

Most Popular

To Top