
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
બરોડા ડેરીએ GCMMF, આણંદને બરોડા ડેરીના MDનો પદભાર સંભાળી શકે તેવા અધિકારીની ફાળવણી કરવા માંગણી કરી હતી. તે સંદર્ભમાં GCMMF દ્વારા હિંમાશુ ભટ્ટ AGM (Commercial & Product management)ને બરોડા ડેરી ના MD તરીકે ડેપ્યુટ કર્યા છે.
અજયકુમાર એ.જોષી 2018 થી બરોડા ડેરીના એમ.ડી તરીકેની જવાબદારીઓ સંભાળતા હતા. તેઓ ફેબ્રુઆરી-2026 માં વયનિવૃત થનાર હતા. પરંતુ તેમના કૌટુબિંક અંગત કારણોસર તેઓએ એપ્રિલ-2025 માં બરોડા ડેરીના બોર્ડને રાજીનામુ આપ્યું હતું અને વહેલા છૂટા કરવા વિનંતી કરી હતી. બરોડા ડેરી એ GCMMF, આણંદને બરોડા ડેરીના MD નો પદભાર સંભાળી શકે તેવા અધિકારીની ફાળવણી કરવા માંગણી કરી હતી. તે સંદર્ભમાં GCMMF દ્વારા હિંમાશુ ભટ્ટ AGM (Commercial & Product management)ને બરોડા ડેરી ના MD તરીકે ડેપ્યુટ કર્યા છે. હિમાંશુ ભટ્ટ B. Tach (Dairy Technology) અને MBA (MKTG) થયેલા છે. GCMMF માં 27 વર્ષનો વિવિધ હોદ્દાનો અનુભવ ધરાવે છે. અજ્યકુમાર જોષી તા.30 જૂન સુધી હજુ સેવા આપશે અને નવા એમડી.ડો.હિમાંશુ ભટ્ટને બરોડા ડેરીના કામકાજ થી અવગત કરાવશે, ત્યારબાદ તા.30 જૂન ના રોજ બરોડા ડેરી માંથી વિદાય લેશે.