એસીબીના પી,એચ,ભેસાણાયી નાયબ નિયામક, એસીપી એ,એમ,સૈયદને ડીપીસી કંટ્રોલ તથા ગ્રામ્યના ડીવાયએસપી અને બી,એચ,ચાવડાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી કરાઈ
પ્રતિનિધિ વડોદરા તા.31
ગુજરાત પોલીસ વિભાગમાં ઘણા વર્ષોથી ડીવાયએસપી અને એસીપી તરીકે ફરજ બજાવતા વર્ગ -1ના 17 જેટલા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં વડોદરાના ક્રાઇમ બ્રાન્ચ, એસીબી, કંટ્રોલ અને વડોદરા ગ્રામ્યના અધિકારીનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ઘણા વર્ષોથી નાયબ પોલીસ અધિક્ષક (હથિયારી તથા બિનહથિયારી) તરીકે ફરજ બજાવતા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા જેવી જ્યાં નગર પાલિકા હોય ત્યા નાયબ પોલીસ અધિક્ષક (ડીવાએસપી) તથા મહાનગર પાલિકામાં મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 હોય તેવા 17 જેટલા અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં વિભાગીય પોલીસ અધિકારી વડોદરા ગ્રામ્ય બી એચ ચાવડાને પોલીસ અધિક્ષક, અન્ટી કરપ્શન બ્યુરોમાં મદદનીશ નિયામક વડોદરાને પી એચ ભેંસાણીયાને નાયબ નિયામક, ક્રાઇમ બ્રાન્ચ વડોદરાના મદદનીશ પોલીસ કમિશનર એચ એ રાઠોડને નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર કંટ્રોલમાં ફરજ બજાવતા એ એમ સૈયદને નાયબ પોલીસ કમિશનર તરીકને બઢતી આપવામાં આવી છે. ત્યારે ક્લાસ-1 અધિકારીઓને પ્રમોશન મળતા પોલીસ બેળામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.