Bodeli

બોડેલી S.T ડેપોમાં એક મહિલાના પૈસા સેરવી લેતો ચોર પકડાયો

બોડેલી: બોડેલી ખાતે એસટી ડેપોમાં એક યુવક દ્વારા એક મહિલાના પૈસા ચોરી કરવાની ઘટના સામે આવી પૈસા ચોરી કરતા હોવાની ગંધ મહિલાને આવતા મહિલા દ્વારા બૂમાબૂમ કરતા લોકો દ્વારા ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. એસટી ડેપોના સ્ટાફ દ્વારા ચોરને પકડી પાડીને ડેપોના એક રૂમમાં બેસાડી પોલીસને જાણ કરવામાં આવી હતી. S.T ડેપો મા બેઠેલા મુસાફરો અને ડેપો ના કર્મચારીઓએ એ ચોરને પકડી પોલીસ ને હવાલે કર્યો હતો.
ચોંરી કરતા શંકાસ્પદ ઈસમ પાસે બે મોબાઈલ અને 17000 જેટલા રોકડ રકમ મળી આવી હતી. જ્યારે એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાની વાત બહાર આવતા ડેપો મૅનેજરને એ બાબતે પૂછપરછ કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હાલ જ બોડેલી ડેપો ખાતે નિયુક્ત થયા છે. પરંતુ આગળના મેનેજરો દ્વારા આ બાબતની અરજી પણ આપી છે છતાં કોઈ કામગીરી થઈ નથી અને વહેલી તકે સીસીટીવી કેમેરા ચાલુ થાય એવો પ્રયત્ન કરીશું.
વધુમાં એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા બે પોલીસ કર્મીઓ ને બંદોબસ્ત અર્થે ડેપો ખાતે મુકવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. કેમકે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દરરોજ કોઈ ને કોઈ ચોરીની ઘટના જેમકે મોબાઈલ ચોરી પર્સ ચોરી એવી અનેક ઘટનાઓ સામે આવે છે. જેથી કરીને ડેપો ખાતે પોલીસ કર્મી હોય તો આવી ચોરીની ઘટનાઓ પર રોક લગાવી શકાય જેથી કરીને પોલીસ વિભાગ પાસે ડેપો ખાતે પોલીસ કર્મી બેસાડવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે .

Most Popular

To Top