Jambhughoda

જાંબુઘોડા પોલીસે કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને ઉગાર્યા, બે આરોપીની ધરપકડ

જાંબુઘોડા તાલુકા ના વાવ ગામે થી જાંબુઘોડા પોલીસે કતલ ખાને લઈ જવાતા મુંગા પશુઓને લઈ ને જતી આઇસર ટેમ્પો ઝડપી પાડી બે આરોપી ઓ ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી

પ્રાપ્ત મળતી વિગતો મુજબ જાંબુઘોડા તાલુકા ના વાવ ગામ પાસેથી મુંગા પશુઓને કતલખાને લઈ જતી આઇસર ટેમ્પો ને વાવ ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જીવ દયા પ્રેમીઓ તેમજ જાંબુઘોડા પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા 24 જેટલા નાના મોટા મૂંગા પશુઓને ઘાસચારો કે પાણીની સગવડ વિના ટૂંકા દોરડા વડે કુરતાપૂર્વક બાંધેલા આ મૂંગા પશુઓને જાંબુઘોડા પોલીસ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે આઇસર ની પાછળ પાયલોટિંગ કરતા બાઈક ચાલક તેમજ આઇશર ના ચાલક ને ઝડપી પાડવામાં આવ્યો હતા જ્યારે એક ઈસમ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે બે ઈસમોને જાંબુઘોડા પોલીસે ઝડપી પાડી બંને ને જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે લાવી પોતાના નામ પૂછતા આઇસર નો ચાલક સુજાન અલી શાજીદ અલી મકરાણી રહેવાથી કદવાલ નવાપુરા ફળિયા ઉંમર 20 જ્યારે આઇસર ની પાછળ બાઈક લઈને પેટ્રોલિંગ કરતા જેને પોતાનું નામ પૂછતા તેને પોતાનું નામ હમીદ અલી હુસેન અલી મકરાણી રહેવાથી કદવાલ નવાપુરા ફળિયા ઉંમર 28 જ્યારે બંને ઝડપાયેલા આરોપી ઓ ની પોલીસે પૂછપરછ કરતા આ મૂંગા પશુઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી તેમજ ઘમુંન ગામે થી ભર્યા હોવાનું કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે પોલીસે પશુ અધિનિયમ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી મોંઘા પશુઓને જાંબુઘોડા ના ખાખરીયા ખાતે આવેલ મણીભદ્રવીર પાંજરાપોળ ખાતે સલામત રીતે મુક્ત કરી ઘાસચારો અને પાણીની સગવડ કરી મૂંગા પશુઓને છોડવામાં આવ્યા હતા,,,

Most Popular

To Top