ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ
બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમા કપિરાજોના ટોળા ફરી રહ્યા છે. ત્રણ દિવસ અગાઉ એક આધેડ પર કપીરાજે હુમલો કરતા ગંભીર પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે લઈ જતા 18 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. આજે ફરી બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટીમાં રહેતી ધ્રુવિકા રાઠવા નામની બાળકી તેની માતાને બોલાવવા માટે ઘરની બહાર નીકળી તે વખતે કપીરાજે અચાનક હુમલો કરતા તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ખાતે લઇ જવાઈ. ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી. પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી 10 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા અને હાલ તે સારવાર લઇ રહી છે .
બોડેલી ના અલીપુરા વિસ્તારમા કપીરાજોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. તેઓ ખોરાક માટે ગમે ત્યાં દુકાને કે કોઈના પણ ઘરમા ઘુસી જતાં હોય છે. જેને કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કપિરાજ દ્વારા હુમલા કરવાના બનાવ વધી રહ્યા છે. આ કપિરાજોને વહેલી તકે પાંજરે પૂરી જંગલમાં છોડવામાં આવે તેવી માંગ આ વિસ્તારના નગરજનો કરી રહ્યા છે.