Kalol

ઈદ પહેલા વેજલપુર ગામની ગંદકી દૂર કરવા રજૂઆત


કાલોલ :
વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી હોવાથી આગામી ૭ જૂનના રોજ મુસ્લિમોનો ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ માટે વેજલપુર ગ્રામ પંચાયત માં ગામના જાગ્રુત નાગરિક ફિરોઝ ભાઈ નાના દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવી હતી. જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી એ ગામના જાગૃત નાગરિક એવા ફિરોજભાઈ નાનાને સાથે રાખીને વેજલપુર મુસ્લિમ વિસ્તારની અંદર ભયંકર ગંદકીનું નીરક્ષણ કર્યું હતું. વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી જીજ્ઞેશ ભાઈ ગોહિલે ઈદ પેહલા સાફ સફાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

બીજી તરફ આગામી સમયમાં ચોમાસાની ઋતુ હોવાથી વેજલપુર ગામની રૂપારેલ નદી ઉપર નાળાની પાઈપોની સાફ સફાઈની રજુઆત કરવામાં આવી હતી. જેથી વરસાદી પાણી નિકાલ થાય અને નદી નાળાની પાઈપોમાં ઝાડી ઝાંખરા તેમજ કચરાના લીધે પાઈપો જામ થાય નહિ. જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી અને વેજલપુર ગ્રામ પંચાયતના કર્મચારીને સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા ગામની મુલાકાત લઈ આગળ સાત તારીખે ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુ ધ્યાને લઈ ગામની ગંદકી અને નદી નાળાને સાફ કરવા માટે પંચાયતના તલાટીએ રૂબરૂ સ્થળ તપાસ કરી પાંચ તારીખ સુધીમા સાફ-સફાઈ કરી આપવાનું આશ્વાસન આપ્યું હતી. જેથી વેજલપુર ગ્રામ પંચાયત કેટલા વિસ્તારમાં કેટલી સાફ સફાઈ કરાવશે તે જોવાનું રહયું

Most Popular

To Top