ઉમરેઠ પોલીસે ઓડ ચોકડીના કોમ્પ્લેક્સમાં દરોડો પાડી એકને પકડી પડ્યો, મુખ્ય સૂત્રધાર ફરાર
ઉમરેઠ: ઉમરેઠ પોલીસે ઓડ ચોકડી પર આવેલા કોમ્પ્લેક્સમાં દરોડો પાડી સ્પાના આડમાં ચાલતા દેહવ્યાપાર ના નેટવર્ક નો પર્દાફાશ કર્યો હતો. આ દરોડામાં પોલીસે એક ગ્રાહકની ધરપકડ કરી હતી. જયારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
ઉમરેઠ પોલીસને બાતમી મળી હતી કે, ઓડ ચોકડી પર આવેલા શક્તિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા નાના થાઇ સ્પાના આડમાં દહેવ્યાપર ચાલી રહ્યો છે. થાઇ સ્પામાં બહારથી યુવતી બોલાવી દેહવ્યાપાર નો ધંધો કરાવવામાં આવે છે. આ બાતમી આધારે ઉમરેઠ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એચ. બુલાન સહિતની ટીમેં સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્પામાં બે પરપ્રાંતીય યુવતી સાથે એક ગ્રાહક પકડાયો હતો. આ શખ્સ ની પૂછપરછ કરતા તે વિપુલ ગોવિંદ બારીયા (રહે. સોહમ પાર્ક, બાકરોલ હાલ રહે. જોળ મટુ પુરા, તા. નડિયાદ) હોવાનું જણાવ્યુ હતુ. પોલિસ ની પ્રાથમિક તપાસમાં આ સ્પાનો મુખ્ય સંચાલક મોસીન ભાદુર નારસીદાની (રહે. આણંદ) હોવાનું ખુલ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.