કપડવંજ: કપડવંજ અને વાત્રક કાઠા ગાળામાં હાલમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો હોય અને ભારે પવન અને કમોસમી વરસાદને લઈને બાજરીનો પાક આડો પડી ગયો હતો બાજરીના પાકમાં હજુ તો બાજરી પાકવાની સિઝન પૂરી નથી થઈ ત્યારે વરસાદે બાજરીના પાકને નુકસાન થયું હોય તેવું દેખાય છે.
વાત્રક કાંઠાના અપ્રુજી ,રવદાવત ગામે ખેડૂતોએ બાજરીનો પાક કાપીને તૈયાર રાખ્યો હતો. ત્યાં વરસાદ પડતા બાજરીના પાક ને નુકસાન થવા પામ્યું હતું ત્યારે બાજરી કાપવા માટે ગરમીમાં ખેડૂતોને મજૂરો પણ મળતા નથી. હાલના સંજોગોમાં એક વીઘા બાજરી કાપવાનો મજૂરીનો ભાવ ખેત મજૂરો અંદાજે 10 થી 12 હજાર રૂપિયા જેવું માંગે છેm જે ખેડૂતોને પોસાય તેમ નથી. બાજરીનો ભાવ હાલમાં 550 રૂપિયા હતો અને બાજરી માર્કેટમાં આવવાની તૈયારી માં રૂપિયા 100 નો ઘટાડો જોવા મળે છે અને ઘાસચારાનો ભાવ પણ ઓછો મળે છે. આમ ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.