હરિનગર બ્રિજથી ઇ.એસ.આઇ.સી હોસ્પિટલ જવાના માર્ગે નશામાં ધૂત ફોર વ્હીલર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા

વડોદરા: શહેરમાં હવે નશાની હાલતમાં ફોર વ્હીલર ચાલકોનો રીતસરનો કહેર યથાવત બની ગયો હોય તેવું જણાય છે. શહેરમાં ગત તા.13 મી માર્ચે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી પાસે નશામાં ધૂત રક્ષિત ચોરસિયા કાંડ બાદ આ સિલસિલો ચાલુ થઇ ગયો છે. અવારનવાર નશામાં ધૂત થઈ ફોર વ્હીલર ચાલકો નિર્દોષ લોકોને અડફેટે લઇ તેમના જીવન જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી એકવાર શહેરના હરિનગર બ્રીજ થી ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ જતાં માર્ગ પર એક ફોર વ્હીલર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. ફોર વ્હિલરમા ડ્રાઇવર સાથે બીજો એક યુવક પણ સવાર હતો. જેઓ બંને નશાની હાલતમાં હોવાનું તથા ફોર વ્હિલરમાથી બિયરના ટીન મળી આવ્યા હતા.

લોકોએ આ નશાખોરોને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેથી ગોત્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોની અટકાયત કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી છે .ઘટનાને પગલે લોકોનો જમાવડો થઈ ગયો હતો અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો એક મહિલાનો પૌત્ર કે જેના પિતા હયાત નથી તેને ઇજા થતાં દાદીએ ભારે કલ્પાંત કર્યું હતુ
હિટ એન્ડ રન કેસમાં બંને આરોપીઓના નામો આ મુજબ છે 👇🏻👇🏻
1.બારોટ વ્રજ નરેન્દ્રભાઇ -રહે. નવનાથ સોસાયટી,ગોત્રી
2.કુમાવત વિજય શિશપાલ-રહે. યોગેશ્વર સોસાયટી,મધર સ્કૂલની પાછળ,ગોત્રી
બંને કેફી પીણું એટલે નશાની હાલતમાં હોવાનુ જણાયું છે. બંનેની ગોત્રી પોલીસ દ્વારા પૂછપરછ બાદ મેડિકલ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.