કપડવંજ: રેવન્યુ તલાટીની પરીક્ષાના ગ્રેડ-પે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા અંગે કપડવંજ મામલતદાર અને કપડવંજ ધારાસભ્યને આવેદનપત્ર સુપરત કરી ન્યાયની માંગણી કરી છે.

ખેડા જિલ્લા એન.એસ.યુ. આઈ.પ્રમુખ પ્રકાશ નાયક, સોશિયલ મીડિયા કન્વીનર જિનેન્દ્રસિંહ ઝાલા તથા વિદ્યાર્થીઓએ કપડવંજ મામલતદાર એન.આર.દેસાઈ તથા કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાને આવેદનપત્ર સુપરત કરી જણાવ્યું છે કે મહેસુલી તલાટીનો કાર્યભાર- જવાબદારી નાયબ ચીટનીશ, સર્કલ ઓફીસર જેવી જવાબદારી હોય છે તેથી તેઓની સમકક્ષ ગ્રેડ-પે સુધારવામાં આવે.તા. ૨૨-૫- ૨૫ના રોજ મહેસુલી તલાટી સંવર્ગનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦૦ માર્ક્સની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે.nજે ગુજરાતી,અંગ્રેજી,બંધારણ,ઈતિહાસ, ભૂગોળ,વારસો, અર્થતંત્ર,પર્યાવરણ જેવા બધા વિષયો છે. મુખ્ય પરીક્ષામાં ૩૫૦ માર્ક્સના ૩ પેપર રાખવામાં આવ્યા છે. જેમાં ૧૦૦ માર્ક્સનું ગુજરાતી, ૧૦૦ માર્ક્સનું અંગ્રેજી અને ૧૫૦ માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત,ભારતનો ઈતિહાસ,સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, બંધારણ,અર્થતંત્ર,જાહેર વહીવટ,એથીક્સ જેવા વિષયો છે.અહીં અંગ્રેજી પેપર મેન્ડેટરી બનાવી દેવામાં આવ્યું છે. જ્યારે જીપીએસસીમાં ક્વોલિફાઈંગ છે.૧૯૦૦ ગ્રેડ પેની મહેસુલી તલાટી સંવર્ગની મુખ્ય પરીક્ષા ૪૪૦૦ ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ.આ પ્રકારની પરીક્ષા પધ્ધતિથી આખી પ્રક્રિયા પૂર્ણ થતા એક વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે.સહિત વિવધ મુદ્દાઓ સાથે મુખ્ય પરીક્ષામાં ડીસ્ક્રીપ્ટીવને બદલે ઓબજેક્ટીવ આધારિત લેવામાં આવે તેવી માંગણી કરી છે.