ભારતે પાકિસ્તાન સામે નાણાંકીય હુમલો કરવાનો નિર્ણય લીધો છે. તે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઈએમએફ) અને વિશ્વ બેંક સમક્ષ પાકિસ્તાનનાં આતંકવાદી જોડાણોના પુરાવા રજૂ કરશે અને તેમને નવેસરથી ભંડોળ આપવાનું બંધ કરવાનું કહેશે. ભારતે એ પણ માંગ કરી છે કે, પાકિસ્તાનને ભારત સહિત ઘણા દેશો સામે આતંકવાદનો ઉપયોગ કરવા અને આતંકવાદીઓને તાલીમ આપવા બદલ એફએટીએફ (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ના ‘ગ્રે લિસ્ટ’માં પાછું લાવવામાં આવે.
ભારત જૂનમાં યોજાનારી પૂર્ણ બેઠક પહેલાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને એક ડોઝિયર પણ સુપરત કરશે, જેમાં પાકિસ્તાનને વધુ ચકાસણીને આધીન દેશોના ‘ગ્રે લિસ્ટ’માં ફરીથી સામેલ કરવાની હિમાયત કરવામાં આવશે. સરકાર વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાનને વધુ ભંડોળ આપવાનો પણ વિરોધ કરશે. એફએટીએફ શું છે? તે એક સ્વતંત્ર આંતર-સરકારી સંસ્થા છે, જે મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળ અને સામુહિ
ક વિનાશનાં શસ્ત્રોના ભંડોળનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરે છે.
તે એક વૈશ્વિક વોચડોગ છે જે આ મુદ્દાઓ પર નજર રાખે છે અને એ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરે છે કે, દેશો તેમની સામે અસરકારક કાર્યવાહી કરે. ૨૦૨૨માં પાકિસ્તાનને આ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું, જેમાં એક શરત એ હતી કે તેણે આતંકવાદવિરોધી કાયદો બનાવવો પડશે. જો કે, પાકિસ્તાનમાં તે કાયદો લાગુ કરવામાં આવ્યો નથી, તેથી એફએટીએફ પાસે પાકિસ્તાનને ફરીથી એ યાદીમાં મૂકવા માટે પૂરતાં કારણો છે. ભારતનું ડોઝિયર આમાં ઉમેરો કરશે.
આ ઉપરાંત, વિશ્વ બેંક જૂનમાં પાકિસ્તાન માટે 20 અબજ ડોલરના ભંડોળ પેકેજની ચર્ચા કરે તેવી શક્યતા છે, જેનો ભારત પણ સખત વિરોધ કરશે. આઈએમએફએ પાકિસ્તાન માટે 1.4 અબજ ડોલરનો નવો હપ્તો જારી કર્યો હતો અને ભારતે તેનો વિરોધ કર્યો હતો. આઈએમએફએ હવે પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે. ભારતનો આરોપ છે કે, પાકિસ્તાન વિશ્વ બેંક અને આઈએમએફનાં નાણાંનો નોંધપાત્ર ભાગ આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડવા માટે વાપરી રહ્યું છે. પહેલેથી જ પાકિસ્તાન 224 અબજ ડોલરના વિદેશી લોનના ભાર હેઠળ દબાયેલું છે, જે તેના જીડીપીના લગભગ 70 ટકા જેટલું છે અને એ અંગે અટકળો લગાવવામાં આવી રહી છે કે, પાકિસ્તાને આઈએમએફ દ્વારા વિસ્તૃત લોન સુવિધા કેવી રીતે મેળવી.
ઘણા નિષ્ણાતો આ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવે છે. ટ્રમ્પના આગ્રહને કારણે જ ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન આઈએમએફએ પાકિસ્તાનને ભંડોળ જારી કર્યું હતું. ટ્રમ્પ ભૂલી ગયા હતા કે તેમણે ખુદ આરોપ લગાવ્યો હતો કે, ‘’આતંકવાદ સામેના યુદ્ધમાં અમેરિકાને પાકિસ્તાન પાસેથી જૂઠાણાં અને છેતરપિંડી સિવાય કંઈ મળ્યું નથી.’’ ટ્રમ્પના ટીકાકારો હવે તેમના પર આરોપ લગાવે છે કે, તેઓ હવે આતંકવાદને પ્રાયોજિત અને પ્રોત્સાહિત કરતા દેશ (પાકિસ્તાન)ને તેના પીડિત ભારત સાથે સરખાવી રહ્યા છે અને કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ કટોકટીનું મૂળ કારણ – સરહદપાર આતંકવાદ – પર મૌન રહ્યા છે, જ્યારે કાશ્મીરને કેન્દ્રીય વિવાદ તરીકે દર્શાવ્યું છે.
એટલું જ નહીં, એક ગંભીર આરોપ છે કે ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો વ્યવસાયમાંથી અબજો ડોલરની કમાણી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે સંકળાયેલી કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (ડબ્લ્યુએલએફ) દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં પાકિસ્તાનના રોકાણ અંગે અટકળો ચાલી રહી છે. અલબત્ત, એવું સાબિત કરવા માટે કંઈ નથી કે, પાકિસ્તાને ડબ્લ્યુએલએફ સાથેના સોદા દ્વારા અબજો ડોલર મેળવ્યા અને એ બાબતના કોઈ પુરાવા નથી કે આ સોદાના પરિણામે પાકિસ્તાનને આઈએમએફ ભંડોળ મળ્યું. નિષ્કર્ષ કાઢતાં પહેલાં વધુ વિગતોની રાહ જોવી જોઈએ.
૨૬ એપ્રિલના રોજ પાકિસ્તાને ડબ્લ્યુએલએફ સાથે એક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ડબ્લ્યુએલએફ પ્રતિનિધિમંડળનું પાકિસ્તાનના વડા પ્રધાન અને આર્મી ચીફ દ્વારા લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આઈએમએફએ પાકિસ્તાનને ૧ બિલિયન ડોલર (રૂ. ૮,૦૦૦ કરોડથી વધુ) બેલઆઉટ પેકેજનો બચાવ કરતાં કહ્યું છે કે, દેવામાં ડૂબેલા દેશે નવીનતમ લોન હપતા મેળવવા માટે ‘બધાં જરૂરી લક્ષ્યો પૂર્ણ કર્યાં’ છે. આઈએમએફએ આ ભંડોળ એ સમયે જારી કર્યું જ્યારે પાકિસ્તાન ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી માળખા પર લશ્કરી હુમલો – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યા પછી ભારત પર મનસ્વી ગોળીબાર કરવામાં વ્યસ્ત હતું.
આઈએમએફનો આ તર્ક એવા સમયે આવ્યો છે જ્યારે થોડા દિવસો પહેલાં જ ભારતે આઈએમએફને પાકિસ્તાનને આપેલા 2.1 બિલિયન ડોલરના બેલઆઉટ પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. કારણ કે, તે આતંકવાદીઓને ભારતીય નાગરિકો સામે રાજ્ય પ્રાયોજિત હુમલાઓ કરવા માટે તેની જમીનનો ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, પાકિસ્તાનને આપવામાં આવતી સહાય ‘આતંકવાદને પરોક્ષ ભંડોળનું એક સ્વરૂપ’ છે. આઈએમએફએ તેના વિસ્તૃત ભંડોળ સુવિધા (ઈએફએફ) કાર્યક્રમ હેઠળ પાકિસ્તાનને બે તબક્કામાં 2.1 બિલિયન ડોલરનું વિતરણ કર્યું. વૈશ્વિક ધિરાણકર્તા અને પાકિસ્તાને ગયા વર્ષે ઈએફએફ હેઠળ 7 બિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.