સતત બીજા દિવસે સમી સાંજે જંગલમાંથી આવે ચડેલા વન્ય પ્રાણી દીપડો
વન્યપ્રાણી દીપડા સાથે બે નાના બચ્ચા પણ જોવા મળ્યા
દાહોદ: દેવગઢ બારીઆ નગરના પુવાળા વિસ્તારમાં વન્યપ્રાણી દીપડો બે બચ્ચા સાથે શિકાર કરતા જોવાતા સ્થાનિક નગરજનોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ નગરની આસપાસ આવેલા જંગલ વિસ્તાર તેમજ તાલુકા ના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાઓ ની વસ્તી વધી હોય તેમ જોવાઈ રહ્યું છે.2 ત્યારે આ વન્ય પ્રાણી દીપડો નગરની આસપાસ રહેણાંક વિસ્તારની નજીકમાં પણ જોવા મળી રહ્યા હોઈ તેમ ગત તારીખ ૨૫ મે ના રોજ નગરના પુવાળા વિસ્તારમાં ડુંગરની નજીકમાં રહેણાંક વિસ્તારમાં આવેલા બારીઆ લક્ષ્મણ પ્રતાપભાઈના ખેતરમાં વન્યપ્રાણી દીપડાએ મોડી સાંજે એક ગૌવંશનો શિકાર કર્યો હતો. અને આ દીપડા સહિત અન્ય બે નાના બાળ દીપડાઓ પણ આ શિકાર કરેલા ગૌવંશ પાસે જોવા મળતા આસપાસના લોકો ને આ બાબતે જાણ થતા તેઓ આ વન્ય પ્રાણી દિપડાઓ ને જોવા માટે પહોંચ્યા હતા ત્યારે વન્યપ્રાણી દિપડો જાણે પોતાના પરિવાર સાથે જ શિકાર કરતા જોવાતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જેને લઇ ક્યાં શિકારની શોધમાં આ વન્યપ્રાણી દીપડો તેના પરિવાર સાથે રહેણાંક વિસ્તાર તરફ આવી ચડ્યો હોય તેમ કહેવાય રહ્યું હતું હાલમાં આ વન્યપ્રાણી દીપડાને લઈ લોકો માં ભય નો માહોલ સર્જાયો છે આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મીઓ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે