Dahod

મંત્રી બચુ ખાબડને વડાપ્રધાનના મંચ પર સ્થાન અપાયું નહીં, મંત્રીપદેથી હટાવાશે?

દાહોદ :

દાહોદમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. પરંતુ બચુ ખાબડની સુચક ગેરહાજરી અને તે પણ જાહેર મંચ પણ જ્યારે વ્યક્તિ વિશેષના નામોની ઘોષણા વડાપ્રધાન મોદી સમેત મહાનુભવો દ્વારા કરવામાં આવતાં જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના નામનો પણ ઉલ્લેખ ન કરવામાં આવતાં આશ્ચર્ય સર્જાયુ હતું. દાહોદમાં મનરેગા કૌંભાંડમાં મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોના નામો આરોપીઓની લીસ્ટમાં સામેલ થતાં વેત દાહોદ પોલીસે વડાપ્રધાનના આગમન પહેલા મંત્રીના બંન્ને પુત્રોને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હતાં.

દાહોદમાં મનરેગા કૌંભાંડે દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચાવી મુક્યો છે. તેમાંય ખાસ કરીને દાહોદના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની આ ૭૧ કરોડના મનરેગા કૌંભાંડમાં આરોપીઓ તરીકેના નામો જાહેર થતાં વેંત સત્તાધારી પક્ષમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે બીજી તરફ છેલ્લા ઘણા સમયથી દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવતી હતી અને તેમાંય થોડા દિવસો પહેલા મંત્રી બચુ ખાબડ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળની એકલ દોકલ પોતાના સહયોગીઓ સાથે સ્થળ નીરીક્ષણ ખાતે પણ પહોંચ્યાં હતાં પરંતુ તે પહેલા મંત્રી બચુ ખાબડની મહાનુભવોની અને મહેમાનના લીસ્ટમાંથી નામ બાદબાકી કરી દેવાઈ હોવાની ભારેખમ ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. આ ચર્ચાનો આજે અંત આવ્યો હતો. આજરોજ વડાપ્રધાન મોદી દાહોદ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં દાહોદ જિલ્લાની જાહેર જનતા તેમજ દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓ અને હોદ્દેદારોએ તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. તો બીજી તરફ દાહોદના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને હોદ્દેદારોમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડની બાદબાકી કરી દેવાતાં અને તેઓ સ્ટેજ પર હાજર ન જાેવા મળતાં લોકોમાં તરેહ તરેહની ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે. મોદીના આ કાર્યક્રમમાં દાહોદના રેલ્વે કારખાનામાં બનેલા નવનિર્માણ પામેલ ઈલેક્ટ્રીક લોકોમોટીવ ફેક્ટરીનું વડાપ્રધાને મુલાકાત લઈ નવ નિર્માણ પામેલા રેલ્વે એન્જીનને લીલી ઝંડી પણ આપી હતી. આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત વડાપ્રધાન સમેત રેલ્વેના મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે મંચ ઉપર ઉપસ્થિત ભાજપના હોદ્દેદારોની નામોનો ઉલ્લેખ કર્યાે હતો પરંતુ બચુભાઈ ખાબડની ગેરઉપસ્થિતી વચ્ચે પણ તેઓના નામની જાહેરાત પણ ન કરતાં અનેક ચર્ચાઓ વહેતી થવા માંડી છે. ખુદ ભાજપના મંત્રી મંડળમાંથી જાણે મંત્રી બચુ ખાબડનું નામો નિશાન મટી ગયું હોય તેમ આજના કાર્યક્રમ પરથી લાગી રહ્યું છે.

————————————————–

Most Popular

To Top