સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું*
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત – સન્માન કરવા માટે યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ સામેલ થઇ નારી શક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા.
શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નિરવ સોનીના પરિવાજનો સિંદુર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા.
આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.