Vadodara

પત્નીની હત્યાના કેસમાં આરોપીના નિયમિત જામીન અરજીને નામંજૂર કરતી સેસન્શ કોર્ટ

વર્ષ-2024મા બીલ ગામમાં આવેલા બીલ તળાવ પાસેના પરમ એવન્યુમાથી કહોવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા.26

વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ એવા બીલ ગામમાં આવેલા બીલ તળાવ પાસેના પરમ એવન્યુમાથી કહોવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ હત્યામાં પતિની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ બાદ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો આ કેસમાં આરોપી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 483 હેઠળ નિયમિત જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટમાં કરી હતી જેને તા.23 મે ના રોજ નામંજૂર કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ બીલ ગામમાં આવેલા બીલ તળાવ પાસેના પરમ એવન્યુમા મકાન નંબર 403 માંથી ગત તા.30-05-2024 ના રોજ કહોવાય ગયેલી હાલતમાં ભવ્યાબેન કેતનભાઇ પ્રવિણભાઇ પટેલનો મૃતદેહ ઘરના સોફા પરથી મળી આવ્યો હતો.ઘરના દરવાજાને બહારથી તાળું મારેલું હતું જે તોડીને અટલાદરા પોલીસે મૃતદેહને શોધી કાઢ્યો હતો. રેકોર્ડ પર નોંધાયા મુજબ તા.02-04-2024 ના રોજ ભવ્યાબેન અને આરોપી પતિ કેતનભાઇ પટેલ વચ્ચે છૂટાછેડા દસ્તાવેજ કરવામાં આવ્યો હતો અને કેતન પટેલે કાયમી ભરણપોષણ માટે રૂ.10,00,000 ચૂકવવા સંમતિ આપી હતી.આ ભરણપોષણ ની ચૂકવણી પેટે કેતન પટેલે તા.31-05-2024 ના રોજ રૂ.5,00,000ના બે અલગ અલગ ચેક પણ આપ્યા હતા જે દરેક DBS બેંક ઇન્ડિયા લિમિટેડ પર ખેચાયા હતા.મૃતક ભવ્યાબેન ક્લિયરન્સ માટે ચેક જમા કરાવી શકે તે પહેલાં જ તેણીનો ડીકંપોઝ હાલતમાં મૃતદેહ ઘરના સોફા પરથી મળી આવ્યો હતો.એફ આઇ આર માં આરોપ મુજબ આરોપી કેતનભાઇ નાની નાની બાબતે મૃતક ભવ્યાબેનનુ અપમાન કરતા હતા અને મૃતક પાસેથી અવારનવાર પૈસાની માગણી કરતા જે અંગે મૃતક ભવ્યાબેને પોતાના પુત્ર અને પુત્રીને મોબાઇલ ફોન પર અપમાન અને માનસિક ત્રાસ અંગે વાકેફ કર્યા હતા.ભરણ પોષણની ચૂકવણી ટાળવા માટે કેતનભાઇ એ ભવ્યાબેનની હત્યા કરી મૃતદેહને ઘરના સોફા પર મૂકી બહારથી તાળું મારી ભાગી ગયા હતા.આ કેસમાં અટલાદરા પોલીસે ગુનાના સંબંધમાં તા.08-06-2024 ના રોજ આરોપીની ધરપકડ કરી હતી અને તા.14-06-2024 સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો અને ત્યારથી આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે તેના તરફે એડવોકેટ એચ.ડી.ચૌહાણ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 483 હેઠળ નિયમિત જામીન અરજી તા.09-05-2025 ના રોજ અત્રેની સેશન્સ કોર્ટમાં કરી હતી જેની સામે એડવોકેટ પી.સી.પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી ઇન્ચાર્જ સેશન્સ જજ શ્રીમતી શકુંતલા નરેશકુમાર સોલંકી દ્વારા આરોપીના જામીન અરજી નામંજૂર કરવાનો હૂકમ તા.23-05-2025 ના રોજ કર્યો હતો.

અરજી નામંજૂર માટેની દલીલો

-ગુનાની ગંભીરતા મહત્વપૂર્ણ પરિબળ હોવાનું .
-આરોપી પર પોતાની પત્નીની જધન્ય હત્યા નો ગુનો હોય રેકોર્ડ નું અવલોકન કરતાં આરોપીની પ્રાથમિક સંડોવણી સ્થાપિત થાય છે
-ગુનાની ગંભીરતા અને ટ્રાયલને અવરોધવા,પૂરાવા સાથે ચેડાં કરવાની શક્યતા

Most Popular

To Top