કાલોલ: કાલોલ નજીક રવિવારે રાત્રે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગોધરા વડોદરા હાઈવેના કાલોલ ના બોરુ સર્કલ નજીક અકસ્માતમાં દોઢ વર્ષના પુત્ર અને માતાના ટેન્કર નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત થયા હતાં
સર્કલ નજીક બમ્પ ઉપર થી પસાર થતાં બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

કાલોલ પોલિસ ટીમે ઘટના સ્થળે પહોંચી માતા પુત્રના મૃતદેહ પીએમ અર્થે મોકલાવી અક્સ્માત મામલે તપાસ હાથ ધરી છે.