નદીમાં રેતી ખનનના કારણે પાણીમાં વધારે ઊંડાઈ હોવાથી મોત થયા હોવાનું અનુમાન
દાહોદ: દેવગઢબારીયા તાલુકાના ભથવાડા ગામે પસાર થતી પાનમ નદીમાં આજરોજ નાની અસાયડી ગામના એકજ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ અને બીજાં છોકરા મંડપના સામાનના કાપડ ધોવા માટે ગયા હતાં ત્યારે બે પિતરાઈ ભાઈઓ ડૂબી ગયા હતા. પાનમ નદીમાં રેતીનું પ્રમાણ વધારે હોય રેતી ખનન કરનારા યાંત્રિક મશીનો દ્વારા રેતી ખનન કરીને નદી માં ઊંડા ખાડા પાડી દીધા હોવાનું સ્પષ્ટ દૂરથી પણ દેખાઇ રહ્યું છે.

પાનમ નદી માં મંડપ ના કાપડ ધોવા માટે ગયેલ (1) વિનોદ સૂરજ પટેલ. રહે. નાની અસાયડી. તા. દેવગઢબારીયા (2) હર્મેન્દ્ર ભારત પટેલ. રહે. નાની અસાયડી. તા. દેવગઢબારીયા બન્ને એકજ કુટુંબના પિતરાઈ ભાઈ અને બીજાં છોકરાઓ આ પાનમ નદી માં મંડપના કાપડ અને કાર્પેટ ધોવા માટે ગયા હતાં. આ કાપડ ધોઈ અને નજીક માં સુકવી બીજાં કાપડ પણ ધોવાનું બાકી હોય તેને ધોવા વધારે પાણી વાળા વિસ્તારમાં ગયા હતાં. જ્યાં પાણીની ઊંડાઈ વધારે હોય અને પોતાને ઊંડા પાણીની ખબર નહીં હોય મંડપ નીચે પાથરવ ની કાર્પેટ ધોતી વખતે ઓચિંતા પાણી માં (1) વિનોદ સૂરજ પટેલ (2)હર્મેન્દ્ર ભારત પટેલ એમ બન્ને છોકરાઓ પાણીમાં પડી જતા ઊંડા પાણી માં ગરકાવ થઈ ગયા હતાં.તરતજ બીજાં છોકરાઓ એ પાણી માં તપાસ કરી પરંતુ ક્યાંય કોઈ પતો મળ્યો ના હતો. પાનમ નદીમાં છોકરા ડૂબી ગયા હોવાની વાત ગામમાં ફેલાતા લોકોના લોકટોળા નદી ઉપર એકઠા થતા નદીના ઊંડા પાણી માં ગામના તરવૈયા માણસો એ તપાસ કરતા બન્ને છોકરા ની લાશ બહાર કાઢવામાં આવી હતી.
બનાવ અંગે મરણ જનાર વિનોદ સૂરજ પટેલ ના ભાઈ સંજય સૂરજ પટેલે પીપલોદ પોલીસ મથક માં જાણવા જોગ ખબર આપતાં પોલીસે અકસ્માત મોત ના કાગળો કરી ઇન્કવેસ્ટ પંચનામું કરી બન્ને લાશ નું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથધરી છે. એકજ કુટુંબ ના બે પિતરાઈ ભાઈ નું મોત થતા આખા ફળીયા માં હૈયાફાટ રૂદન ના દ્રશ્યો સર્જયા હતાં.