Nasvadi

નસવાડીથી તણખલા રોડ અને પાલસર કાંધાં રોડ ઉપર નમી પડેલા બાવળના વૃક્ષો જોખમી

વાવાઝોડું આવે ત્યારે આ વૃક્ષોમાંથી દર વખતે એક બે વૃક્ષ રોડ ઉપર તૂટી પડે છે, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડે છે

નસવાડી: નસવાડી તાલુકાના નસવાડીથી તણખલા રોડ અને પાલસર કાંધાં રોડ ઉપર વર્ષો જુના બાવળના વૃક્ષો રોડ ઉપર નમી પડેલા છે અને વાવાઝોડું આવે ત્યારે આ વૃક્ષોમાંથી દર વખતે એક બે વૃક્ષ રોડ ઉપર તૂટી પડે છે. જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડે છે. આ બે રસ્તા 100 જેટલા ગામોને જોડે છે.

નસવાડી તણખલા રોડ 12 કિલોમીટરનો માર્ગ છે. જયારે પાલસરથી કાંધાં સુધીનો 15 કિલોમીટરનો માર્ગ છે. આ બંને રસ્તાઓ સ્ટેટ આર એન્ડ બીની માલિકીના છે અને છોટાઉદેપુર ખાતે સ્ટેટ આર એન્ડ બી વિભાગની કચેરી આવેલી છે. નસવાડી તાલુકામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગના કોઈ પણ અધિકારી રહેતા નથી. જયારે આ બંને રસ્તાઓ ઉપર 30 થી 40 વર્ષ જુના અલગ અલગ વૃક્ષો રોડની સાઈડમાં આવેલા છે. જુના વૃક્ષો હોવાથી વૃક્ષના મૂળિયા સડી ગયા છે. ચોમાસામાં રોડની સાઈડમાં પાણી આ વૃક્ષોને અડીને જાય છે. તેના કારણે માટી ધોવાણ થઇ જાય છે અને વૃક્ષો વરસાદી પાણીના વજનથી વાવઝોડુ ફુકાય ત્યારે રોડ ઉપર પટકાય છે . બે દિવસમાં ત્રણથી વધુ વૃક્ષો રોડ ઉપર તૂટી પડયા છે. હાલ તો આ રસ્તા ઉપરના 100થી વધારે વૃક્ષો જોખમી છે. ચોમાસા અને વાવાઝોડામાં વૃક્ષો તૂટી પડે તેવા હોય તેનું સર્વે કરીને વનવિભાગ અને સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ જોખમી વૃક્ષો ઉતારી લે તે જરૂરી બન્યું છે. કારણ કે ચોમાસા માં કોઈ વાહન ચાલતું હોય તેના ઉપર વૃક્ષ પડે તો કોઈ નું મોત પણ થઇ શકે તેમ છે

જિલ્લા કલેક્ટરે પ્રિમોનસુન કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. જયારે નસવાડી તાલુકામાં આ બંને રસ્તાઓમાં 100 થી વધુ ગામોના લોકો અવરજવર કરતા હોય ત્યારે વૃક્ષ રસ્તા ઉપર પડે ત્યારે બે બે કલાક સુધી વૃક્ષ તંત્ર હટાવતું નથી અને લોકો ને ટ્રાફિક માં ફસાવવું પડે છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

મિતેશ દેસાઈ, રાહદારીના જણાવ્યા મુજબ હું નસવાડી ખાતે રહું છું મારી જમીન પોચમ્બાની સીમ માં આવેલી છે. જયારે નસવાડીથી પાલસર અને પાલસર ચોકડીથી કાંધા સુધી મેઈન રોડ ઉપર અનેક વૃક્ષો નમી પડયા છે. વારંવાર આ રોડ ઉપર વૃક્ષો તૂટી પડે છે અને હેરાન ગતિ નો સામનો કરવો પડે છે. અધિકારીઓએ કાળજી લઈને વૃક્ષો ઉતારી લેવા જોઈએ.





નસવાડી તાલુકાના નસવાડી થી તણખલા રોડ અને પાલસર કાંધાં રોડ ઉપર વર્ષો જુના બાવળ ના વૃક્ષો રોડ ઉપર નમી પડેલા છે અને વાવાઝોડું આવે ત્યારે આ વૃક્ષો માંથી દરવખતે એક બે વૃક્ષ રોડ ઉપર તૂટી પડે છે જેના કારણે વાહન વ્યવહાર ને ભારે અસર પડે છે 100 જેટલા ગામોને જોડતા 2 રસ્તા આવેલા છે

નસવાડી તણખલા રોડ 12 કિલોમીટર નો માર્ગ છે જયારે પાલસર થી કાંધાં સુધીનો 15 કિલોમીટર નો માર્ગ છે આ બંનેવ રસ્તાઓ સ્ટેટ આર એન્ડ બી ની માલિકીના છે અને છોટાઉદેપુર ખાતે સ્ટેટ આર એન્ડ બી વિભાગ ની કચેરી આવેલી છે નસવાડી તાલુકામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના કોઈ પણ અધિકારી રહેતા નથી જયારે આ બંનેવ રસ્તાઓ ઉપર 30 થી 40 વર્ષ જુના અલગ અલગ વૃક્ષો રોડ ની સાઈડ માં આવેલા છે જયારે જુના વૃક્ષો હોવાથી વૃક્ષ ના મૂળિયા સડી ગયા છે જયારે ચોમાસા માં રોડ ની સાઈડ માં પાણી આ વૃક્ષો ને અડીને જાય છે તેના કારણે માટી ધોવાણ થઇ જાય છે અને વૃક્ષો વરસાદી પાણી ના વજન થી વાવઝોડુ ફુકાય ત્યારે રોડ ઉપર પટકાઈ છે બે દિવસ માં ત્રણ થી વધુ વૃક્ષો રોડ ઉપર તૂટી પડયા છે હાલ તો આ રસ્તા ઉપર ના 100 થી વધારે વૃક્ષો જોખમી છે ચોમાસા અને વાવાઝોડા માં વૃક્ષો તૂટી પડે તેવા હોય તેનું સર્વે કરીને વનવિભાગ અને સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ જોખમી વૃક્ષો ઉતારી લે તે જરૂરી બન્યું છે કારણ કે ચોમાસા માં કોઈ વાહન ચાલતું હોય તેના ઉપર વૃક્ષ પડે તો કોઈ નું મોત પણ થઇ શકે તેમ છે જિલ્લા કલેક્ટરે પ્રિમોનસુન નું કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપી છે જયારે નસવાડી તાલુકામાં આ બંનેવ રસ્તાઓમાં 100 થી વધુ ગામોના લોકો અવરજવર કરતા હોય ત્યારે વૃક્ષ રસ્તા ઉપર પડે ત્યારે બે બે કલાક સુધી વૃક્ષ તંત્ર હટાવતું નથી અને લોકો ને ટ્રાફિક માં ફસાવવું પડે છે જેના કારણે વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડે છે

વર્ઝન ; મિતેશભાઈ દેસાઈ રાહદારી ના જણાવ્યા મુજબ હું નસવાડી ખાતે રહું છું મારી જમીન પોચમ્બા ની સીમ માં આવેલી છે જયારે નસવાડી થી પાલસર અને પાલસર ચોકડી થી કાંધા સુધી મેઈન રોડ ઉપર અનેક વૃક્ષો નમી પડયા છે વારંવાર આ રોડ ઉપર વૃક્ષો તૂટી પડે છે અને હેરાન ગતિ નો સામનો કરવો પડે છે અધિકારીઓએ કાળજી લઈને વૃક્ષો ઉતારી લેવા જોઈએ

ફોટોલાઇન ; નસવાડી તણખલા રોડ ઉપર પાલસર ચોકડી પાસે જોખમી વૃક્ષો ની તસ્વીર

Most Popular

To Top