સાથે રોમાંચક રીતે થશે ભવ્ય સ્વાગત-અભિવાદન*
*****
વડોદરા: ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમવારે વડોદરા આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના ભવ્ય સ્વાગત અને અભિવાદન માટે વડોદરા શહેર સંપૂર્ણપણે તૈયાર છે. વડોદરા એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિવિધ બેન્ડની ધૂન થકી રોમાંચક અને જાંબાજ રીતે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પ્રિમાઈસીસ એટલે કે ટાર્માક એરિયાની બહારના ભાગે વિશ્વ પ્રસિદ્ધ નાસિક બેન્ડની સાથે સાથે NCC, NSS, SRP, પોલીસ બેન્ડ, વીએમસી બેન્ડ, નાગરિક સંરક્ષણ દળ સહિતના બેન્ડથી ભવ્યતા, સાંસ્કૃતિક ઝલક અને રાષ્ટ્રીય ગૌરવનો આ ત્રિવેણી સંગમ વાતાવરણને ઉર્જાવાન બનાવી દેશે. દેશભક્તિની પ્રચંડ ધૂન અને મધુર સંગીત અનેરા ઉત્સાહનો સંચાર કરશે.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાફલો રોડ શો સ્વરૂપે એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી જશે. રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિગ્ઝ સાથે વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. તદુપરાંત દેશભક્તિની થીમ પર વિવિધ ઝાંખીઓ જોવા મળશે. રાફેલ ફાઈટર, બ્રહ્મોસ મિસાઈલ, જેટ સહિતના ભારતીય સેના શસ્ત્રો સહિતની પ્રતિકૃતિઓ પ્રજાજનોને ગૌરવાન્તિત કરી દેશભક્તિનો રંગ રેલાવશે.
*૦૦૦*