Vadodara

અકોટા મેઈન રોડ પર કદમ હોસ્પિટલ સામે પડ્યો વધુ એક ભુવો: વાહનચાલકોમાં ફફડાટ


વડોદરા: શહેરમાં ફરી એક વખત ભુવો પડવાનો બનાવ સામે આવ્યો છે. અકોટા મેઈન રોડ પર કદમ હોસ્પિટલની સામે લગભગ 2 ફૂટ ઊંડો અને 3 ફૂટ પડોળો ભુવો પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક પડેલા ભુવા કારણે રસ્તા પરથી પસાર થનારા વાહનોને હાલાકી અનુભવવી પડી હતી. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ વિસ્તારોમાં આવા ભુવા પડવાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે વડોદરાને હવે ‘ભુવા નગરી’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top