Kalol

કાલોલ અર્બન હેલ્થ સેન્ટરના એકાઉન્ટન્ટ દ્વારા આશા વર્કર બહેનોના રૂ 2,68,075ની ઉચાપત


કાલોલ :
કાલોલ અર્બન હેલ્થ સેન્ટર માં તા ૧૬/૦૭/૨૦૧૬ થી કરાર આધારિત એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કૈજારઅલી બુરહાનઅલી વોરા દ્વારા કુલ ૧૫ જેટલા શહેરી આરોગ્ય કેન્દ્ર અને સાત જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા આશા વર્કર બહેનોના મળવા પાત્ર ઇન્સેન્ટિવ મા ગોટાળો કરી ઓછી રકમ જમા કરી બાકીની રકમ અફશરાબાનું કૈજારઅલી વોરા lના ખાતામાં જમા કરી દીધા હતા. સમગ્ર પ્રકરણની જાણ આશા વર્કર બહેનો દ્વારા મુખ્ય આરોગ્ય અધિકારી ગોધરા સમક્ષ લેખીત રજુઆત કરતા ઓડિટ દ્વારા થયેલી તપાસ બાદ આશા વર્કર બહેનોના ખાતામાં તા ૨૦/૦૭/૨૩ થી તા ૧૮/૦૩/૨૪ સુધી મા રૂ ૧૧,૪૮,૬૨૫/ ચૂકવવાની થતી રકમ ના બદલે રૂ ૯,૩૩,૧૭૫/ ચૂકવી હતી અને તફાવતની વધતી રકમ રૂ ૨,૧૫,૪૫૦/ અફશરાબાનું કૈજારઅલી વોરાના ખાતામાં જમા કરી દીધી હતી. તા ૩૦/૦૫/૨૪ થી ૨૧/૦૬/૨૪ સુધી ૧૫ આશા વર્કર બહેનોના ખાતામાં ચૂકવવાની રકમ રૂ ૨,૬૯,૪૫૦/ થતી હતી જેના બદલે રૂ ૨,૧૬,૮૨૫/ ચૂકવી તફાવતની વધતી રકમ રૂ ૫૨,૬૨૫/
અફશરાબાનું કૈજારઅલી વોરાના ખાતામાં જમા કરી આમ કુલ મળીને રૂ ૨,૬૮,૦૭૫/ ની સરકારી નાણાની ઉચાપત કરતા પ્રાથમિક તપાસ પૂરી કરી ઉપરી અધિકારી દ્વારા આદેશ આપતા કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડો મિનેશ દોશી દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉચાપત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top