સિંગવડના ભુતખેડી ગ્રામ પંચાયતમાં સ્ટોનબંધ તેમજ ચેકડેમના ચાર વર્ષ પછી કામ શરૂ કરાતા મુખ્યમંત્રીને રજૂઆત
દાહોદ તા.૨૧
સીંગવડ તાલુકાના ભુતખેડી ગ્રામ પંચાયતમા મનરેગા યોજના હેઠળ સ્ટોનબંધ તેમજ ચેકડેમ ના વર્ષ 2021- 22ના વિકાસના કામો 2025ના વર્ષે શરૂ કરાતા ભુતખેડી ગામના જ કેટલાક જાગૃત લાભાર્થીઓએ તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરતા સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભુતખેડી ગામના 15 સર્વે નંબર માં ચાર કરોડ ઉપરાંત મટીરીયલ બીલ ઉપડયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જ્યારે દાહોદ જિલ્લામાં તાજેતરના વર્ષમાં સ્ટોન બંધ અને ચેકડેમની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી. તો ભુતખેડી ગ્રામ પંચાયતમાં તાજેતરમાં ચાલતી મનરેગા યોજનાના સ્ટોનબંધ અને ચેકડેમ ની વહીવટી મંજરી કોણે આપી અને કોના ઇશારે કામગીરી થઈ રહી છે તે તપાસનો વિષય બન્યો છે. જ્યારે ટેકનિકલ તેમજ મનરેગા શાખાના તમામ જવાબદાર સ્ટાફ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રાજ્યના મુખ્યમંત્રીને અરજી આપી તાત્કાલિક ધોરણે તપાસ ટીમ રચી ભુતખેડી ગામે સ્થળો પર કામ કરતા ટેકનિકલ પ્રેમભાઈ પ્રજાપતિ અને મનરેગા શાખા સિંગવડના તમામ જવાબદાર સ્ટાફ વિરોધ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
તાજેતરમાં જ દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવવા પામ્યા છે. ત્યારે એજન્સી ધારક સહિત અનેક લોકો સામે પોલીસ દ્વારા તપાસ લંબાવતા કેટલાક એજન્સીના માલિકો ભૂગર્ભમાં સંતાયા છે. ત્યારે ર્સિંગવડ તાલુકામાં મનરેગા નું ભૂત ફરી ધૂણ્યું છે. ધાનપુર અને દેવગઢબારિયા માં ભૂતિયા કામો બતાવી બારોબાર રૂપિયા ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે ત્યારે સિંગવડ તાલુકાના ભુતખેડી ગામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્ટોન બંધ અને ચેક ડેમની કામગીરી શરૂ કરાતા આશ્ચર્ય સર્જાયૂ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કાગળ પર જ લાભાર્થીઓને જાણ વિના 4 કરોડ 54 લાખ ઉપરાંતના 15 થી વધારે જેટલા સર્વે નંબરોમાં માત્ર કાગળ પર જ મનરેગા વિભાગના જ ટેકનિકલ જી.આર.એસ. તેમજ એપીઓને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાગળ પર જ વિકાસના કામો બતાવી એજન્સીઓની મિલીભગત કરી કાગળ પર વિકાસના કામો બતાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના ભુતખેડી ગામના જ જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેમાં સિંગવડ તાલુકાના ભુતખેડી ગ્રામ પંચાયતમાં વર્ષ 2021 થી 23 સુધી મનરેગા યોજના હેઠળ 4 કરોડ 54 લાખ ઉપરાંતના સ્ટોનબંધ અને ચેક ડેમ ના કામો માત્ર 15 જેટલા જ સર્વે નંબરોમાં ભુતિયા વર્ક ઓર્ડર આપી બીલ નંબર અને બીલ તારીખ બનાવી માત્ર કાગળ ઉપર જ કરોડો રૂપિયાના કામો બતાવી અને માલ સામાન ના બીલો કેટલીક વર્ગ ધરાવતી એજન્સીઓમાં નાખી અને સરકારી ચોપડા ઉપર લાભાર્થીઓના નામ તેમજ બેંક એકાઉન્ટમાં સરકારી યોજના ના રૂપિયા નાખી કેટલાક વર્ગ ધરાવતા ઈસમોએ ઉપાડી લેવામાં આવ્યા છે. સરકારની મનરેગા યોજના સમગ્ર કામગીરી ઓનલાઈન હોવાથી ગામના કેટલાક જાગૃત નાગરિકે પોતાની ભુતખેડી ગ્રામ પંચાયતમાં કેટલા કામો અને કયા સર્વે નંબરોમાં થયા હોવાની વિગતો ને જાણકારી મેળવવા ઓનલાઇન એપ્લિકેશનમાંથી વિગતો બહાર કાઢી જેમાં ભુતખેડી ગામમાં વર્ષ 2021/22 રૂપિયા 8619600, વર્ષ 2022/23, રૂપિયા 14979085.41/-, વર્ષ 2023/24-16455764. 38. અને અન્ય એક બીજી ગ્રામ પંચાયતમાં રૂપિયા 40,054449. 79. (ચાર કરોડ ચોપન હજાર ચાર સો ઓગન પચાસ )ના નાણા ઉપડી ગયા બાદ હાલ આ બાબતની જાણ ગામના જાગૃત નાગરિકોને થતા ગત જાન્યુઆરી 2025 એટલે કે પાંચ માસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી સિંગવડને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જાગૃત અરજદારોએ તપાસની માંગ કરી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી સિંગવડે તપાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે અને રિપોર્ટ આવવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગોરાએ જણાવ્યું હતું. છતાં અરજી આપ્યા અને પાંચ પાંચ મહિના થઈ ગયા હોવા છતાં હજી સુધી તપાસ ન થતા જાગૃત નાગરિકોએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ સહિત અધિકારી ને તપાસની માંગ કરી છે જ્યારે સિંગવડ તાલુકા પંચાયતમાં મેળાપીપળા ધરાવતા સિંગવડ તાલુકા પંચાયતની મનરેગા યોજનાના કેટલાક કર્મચારીઓ અને એજન્સીઓ દ્વારા હાલ આ લાભાર્થીઓને લોભામણી લાલચો આપી અને પોતાના ઉપર મોટો ભ્રષ્ટાચારના આક્ષેપથી બચાવવા માટે કાગળ પર બનાવી અને જે તે કામના રૂપિયા ઉપાડેલા ચેકડેમોના કામો ફરી શરૂ કરવા માટે માલ મટીરીયલ આપી અને આવા સ્ટોન બંધ શરૂ કરવામાં આવ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
સ્થળ પર કામ હાલ સાત જેટલા સ્ટોન બંધ કામ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે સ્થળની તપાસ કરતા જ સ્થળ પર કામ શરૂ કરવામાં આવ્યા છે અને અરજદારોને પૂછપરછ કરતાં તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે આ તો અગાઉ ના વર્ષોમાં અમારા મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા સ્ટોન બંધ કામોના રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. જે સંદર્ભે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ભુતખેડી ગ્રામ પંચાયતના ચરપોટ રામાભાઈ ગવજી ભાઈ સહિત 11 જેટલા લાભાર્થીઓએ મનરેગા યોજનામાં ભુતખેડી ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તાત્કાલિક ધોરણે તપાસ ટીમ રચી સ્થળ પર કામ કરાવતા ટેકનિકલ પ્રેમભાઇ પ્રજાપતિ અને મનરેગા શાખા સિંગવડના તમામ જવાબદાર સ્ટાફ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત મુખ્યમંત્રી ને ગત 14/5/ 25 ના રોજ લેખિતમાં રજૂઆત કરતા દેવગઢબારિયા બાદ સિંગવડ તાલુકામાં ખળભરાટ મચી જવા પામ્યો છે .
સ્ટોન બંધમાં કાગળ ઉપર કામો બતાવી પૈસા ઉપાડી લીધા : શંકરભાઈ સેલોત, લાભાર્થી ગ્રામ પંચાયત ભુતખેડી
ભૂતખેડી ગામે નરેગા યોજના હેઠળ મંજૂર થયેલા સ્ટોન બંધ જે સ્થળ પર બનાવવામાં આવ્યા હતા અને આવા કામો કાગળ પર જ બનાવી અને પૈસા ઉપાડી લીધા હતા જેથી અમે જાણ કરતા જ અમારા પૈસા ઉપડી ગયા હતા અને આ બાબતે નરેગા શાખાના કર્મચારીઓને પૂછપરછ કરતા તેઓ દ્વારા અમને તમારા સ્ટોન બંધના કામો હવે જ શરૂ થશે. તેમ કહી અમને માલ સામાન આપી અને કામ શરૂ કરાવ્યું છે બે ત્રણ વર્ષ પહેલાનું કામ છે.
મનરેગાના કામોમાં ગેરરીતી મામલે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ
સિંગવડ તાલુકામાં મનરેગા યોજના કરોડો રૂપિયાનો કૌભાંડ થયાની રજૂઆત ગત 30 /1/2025 ના રોજ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ ને રજૂઆત કરી યોગ્ય ન્યાય તપાસની માંગ કરી હતી છતાં પાંચ-પાંચ મહિના વીતી ગયા હોવા છતાં તપાસ ન થતા ભૂતખેડી ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક ચરપોટ રામાભાઈ ગૌજીભાઈ એ ગ્રામ પંચાયત ભૂતખેડીમાં તેમજ તેમના જ સર્વે નંબરોમાં સ્ટોન બંધો અને ચેકડેમ ના કામ કરેલ નથી અને માત્ર કાગળ પર કામ બતાવી મનરેગા વિભાગના જ ટેકનીકલ તેમજ મનરેગા શાખાના વિવિધ કર્મચારીઓની તેમજ ખોટા સર્ટિફિકેટ આપી તાલુકા વિકાસ અધિકારીની પણ બેદરકારી સામે આવતા યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ને ગત 14/05/25 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે.