ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુવેશ પંપીંગ સ્ટેશન ની સામેની ખુલ્લી જગ્યામાં પડેલા કચરામાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત એ આગ લાગવાના બનાવવાનો શરૂ થયેલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં બુધવારે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. શહેરના ગાજરાવાળી વિસ્તારમાં આવેલા સુવેઝ પંપિંગ સ્ટેશનની સામે ખુલ્લી જગ્યામાં પડેલા કાટમાળમાં આકસ્મિક આગ લાગી હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદ નસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું.