Vadodara

વડોદરાના ઝોન -1માં ઝડપાયેલા રૂ.59 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

વડોદરા, તા.21
શહેર પોલીસ ઝોન – 1માં સયાજીગંજ, ફતેગંજ, જવાહર નગર, નંદેસરી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 59 લાખનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો હતો. જવાહર નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પકડાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. ડીસીપી ઝોન – 1ના સહિતના સક્ષમ અધિકારી હાજર રહ્યા છે. વડોદરા શહેરમાં પ્રોહીબીશનના કાયદાની અમલવારી પોલીસ દ્વારા કડક રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગેરકાયદેસર લઇ જવાતો, સંગ્રહ કરાતા વિદેશી દારૂના જથ્થો જપ્ત કરવામાં આવે છે. કાર્યવાહી વર્ષ દરમિયાન ચાલતી હોય છે. એક સમય બાદ વિવિધ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો કાયદેરસની રાહે નાશ કરવામાં આવતો હોય છે. આજે 21 મેના રોજ શહેરના ગોરવા, સયાજીગંજ, ફતેગંજ, લક્ષ્મીપુરા, નંદેસરી સહિત 5 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યા પર આ જથ્થા પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું હતું. વડોદરાના ઝોન – 1ના ડીસીપી જુલી કોઠીયાએ જણાવ્યું કે, આજે 5 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટનો હુકમ મેળવ્યા બાદ પોલીસ કમિશનરના સૂચન અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાહર નગર પોલીસ મથક વિસ્તારમાં આ વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાંચ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અંદાજીત રૂ.59 લાખના મુદ્દામાલનો વિધિવત નાશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top