Vadodara

અટલાદરા બ્રહ્માકુમારીઝ દ્વારા 300 ખેડૂતો માટે પ્રાકૃતિક અને યોગિક ખેતી ની ટ્રેનીંગનું આયોજન કરાયું

આત્મા પ્રોજેક્ટ અને અટલાદરા સેવા કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે 300 ખેડૂતો માટે કુદરતી ખેતી પદ્ધતિઓ પર ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આ શિબિરનો ઉદ્દેશ્ય રાસાયણિક ખેતી પદ્ધતિઓથી સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતાને થતા ગંભીર નુકસાન વિશે જાગૃતિ લાવવાનો અને ભારતની પ્રાચીન, સરળ, સ્વસ્થ , કુદરતી ખેતી અને યોગીક ખેતી પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી અને તાલીમ આપવાનો હતો.

આ ત્રણ દિવસ દરમિયાન, કૃષિ સેવા ક્ષેત્રના ઘણા અધિકારીઓ અને નિષ્ણાતો તેમના મૂલ્યવાન સૂચનો અને શુભેચ્છાઓ સાથે મુખ્ય અતિથિ તરીકે સેવા કેન્દ્રમાં તેઓ એ અમૂલ્ય હાજરી આપી હતી.

૧) સંયુક્ત નિયામક એમ.એમ. પટેલ.
૨) ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ જીતેન્દ્રભાઈ ચાર્લે.
૩) જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિનભાઈ વસાવા.
૪) ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ (પંચમહાલ) ભાવિનભાઈ મહેતા.
૫) નાયબ નિયામક આત્મા પ્રોજેક્ટ દીપકભાઈ.
૬) ગ્રામીણ વિકાસ વિભાગના ભૂતપૂર્વ જનરલ મેનેજર બી.કે. રાજેશભાઈ દવે.
૭) યોગાચાર્ય બી.કે.દુષ્યંત ભાઈ મોદી.

એમ.એમ. પટેલે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આવા આધ્યાત્મિક સ્થળે આવવાની અને આવી અદ્ભુત તાલીમનો લાભ લેવાની તક મળી છે. આપ સૌને પુણ્ય કમાવવાની તક મળી છે કારણ કે જો આપ સૌ કુદરતી ખેતી અપનાવો તો આપ ફક્ત પોતાના જીવનને જ નહીં પરંતુ દેશનું ભવિષ્ય પણ સુધારી શકો છો, કારણ કે, આજના બાળકો દેશનું ભવિષ્ય છે અને સાથે જ તેમણે સૌને કુદરતી ખેતી કેવી રીતે કરવી તે વિશે પણ જાગૃત કર્યા.

નીતિનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હું લાંબા સમયથી બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલો છું અને આ સંસ્થાના સહયોગથી અનેક વખત ખેડુત ભાઈઓ અને બહેનો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. મેં બધા ભાઈઓ અને બહેનોને વિવિધ યોજનાઓ વિશે જાગૃત કર્યા અને કહ્યું કે હું મારા ખેડૂત ભાઈઓને દરેક શક્ય રીતે મદદ કરવા માટે હંમેશા તૈયાર છું.

બી.કે. રાજેશભાઈએ કુદરતી ખેતીની સાથે યોગિક ખેતી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે યોગિક ખેતી કરવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણા વિચારોના આદાન-પ્રદાન પર લક્ષ્ય રાખવું અને તે ફક્ત બ્રહ્માકુમારીઝ માં જ શીખવવામાં આવતા અને તે રાજયોગ દ્વારા જ થઈ શકે છે.

સેવા કેન્દ્રના ડાયરેક્ટર બી.કે. ડૉ. અરુણા દીદી એ બધા ખેડૂત ભાઈઓને સંદેશ આપ્યો કે આપણે બધાએ આપણા સહયોગથી પૂરા ઉત્સાહથી પ્રાચીન કૃષિ પ્રણાલી અપનાવવી પડશે અને આપણા દેશ અને માનવતાની સાચી સેવા કરવી પડશે. તેમણે બધાને સમજાવ્યું કે યોગ દ્વારા ભગવાનને આહ્વાન કરીને આપણે આપણા ખોરાકને કેવી રીતે વધુ સારો બનાવી શકીએ છીએ અને દરેકને ધ્યાનનો અભ્યાસ પણ કરાવ્યો.

દુષ્યંત ભાઈ મોદીએ ત્રણેય દિવસ કસરત દ્વારા શરીરને સ્વસ્થ રાખવા વિશે તમામ ભાઈઓ અને બહેનોને માહિતી પણ આપી.

સેવા કેન્દ્રના સહ-નિર્દેશક બી.કે. પૂનમ બહેને બધા મહેમાનો અને ખેડૂત ભાઈઓનો આભાર માન્યો અને સ્ટેજનું સંચાલન કુશળ રીતે કર્યું. તથા ત્રણે દિવસ બ્રહ્મા ભોજન સાથે પ્રોગ્રામ સંપન્ન થયો.

Most Popular

To Top