Vadodara

વડોદરા: જય રત્ન ચાર રસ્તા પાસે એક વર્ષમાં પાંચમી વાર ભુવો પડ્યો



ગયા વર્ષે પણ અહીં ભુવો પડ્યો હતો, કાઉન્સિલર અને સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા

પ્રાથમિક તપાસમાં પાણીની લાઇન લીકેજથી જમીન ધસવાની શક્યતા

વડોદરા: વડોદરાના જય રત્ન ચાર રસ્તા પાસે ફરી એકવાર ભુવો પડવાની ઘટના સામે આવી છે, જે સ્થાનિકો માટે ચિંતાનું કારણ બની છે. નોંધનીય છે કે આ ઘટના વરસાદ વગરની હતી, જે તંત્રની બેદરકારીને લઈને અનેક સવાલો ઊઠાવે છે. ગયા વર્ષે પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો, જેમાં એક ટેમ્પો વાહન પણ ખાબક્યું હતું અને અકસ્માત સર્જાયો હતો.



આ વખતે પણ ભૂવો પડતા વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર બાળુ સુર્વે ઘટના સ્થળે પહોંચ્યા અને તંત્રની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. એકજ સ્થળે છેલ્લા એક વર્ષ માં પાંચમી વાર ભૂવો પડતા તંત્ર ની કામ ગિરિ પર સવાલો ઉભા થયા છે. પ્રાથમિક તપાસમાં પાણીની લાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે જમીન ધસી જતાં ભૂવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકો અને કાઉન્સિલર બંને તંત્રની બેદરકારી અને યોગ્ય જાળવણી ન થવાના કારણે આ પ્રકારની ઘટનાઓ ફરીથી બનતી હોવાના ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. તેઓ તંત્ર પાસેથી તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી આવનારા સમયમાં આવા ભયાનક અકસ્માતો ટાળી શકાય.

આ ઘટના વડોદરાના શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી માટે ગંભીર ચેતવણીરૂપ છે. પાણીની લાઇનમાં લીકેજ અને જમીન ધસવાના મુદ્દે તંત્રે તાત્કાલિક તપાસ અને મરામત કામગીરી શરૂ કરવી જરૂરી છે, નહીં તો આવનારા સમયમાં વધુ નુકસાન થવાની શક્યતા છે.

Most Popular

To Top