દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકો ત્રાહીમામ
પાલિકા દ્વારા ગટર સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ, બીમારીના ભય વચ્ચે ઉગ્ર આંદોલનની ચિમકી
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગાયત્રીપુરા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીમાં મૂકી દીધા છે. ગરમીના દિવસોમાં પણ અહીં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગટરનું દુષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે, જેના કારણે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટરનું પાણી સતત રોડ પર વહે છે અને પાલિકા તરફથી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ અને ગંદકીના કારણે અનેક લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. વાહનચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.
લોકોનો આક્ષેપ છે કે, કોર્પોરેટર અને પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં લેવાતા નથી. હવે લોકોએ ચિમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ગટર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
અમે વારંવાર ફરિયાદ કરી છે, છતાં કોઈ જવાબદાર આવે નથી. હવે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું,