Vadodara

વડોદરાના કુખ્યાત બૂટલેગર નિલુ સિંધી સહિત 5 આરોપીના 8 દિ‘ના રિમાન્ડ મંજુર

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજસીટોકના ગુના હેઠળ વધુ બૂટલેગરોની ધરપકડ

પ્રતિનિધિ વડોદરા તા.19

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડનાર બિસ્નોઇ ગેંગ સહિતના 13 બૂટલેગરો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં કુખ્યાત બુટલેગર નિલુ સિંધી સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ત્યારે પાંચ આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે 8 દિવસના મંજુર કર્યા છે.  

રાજસ્થાન, ગોવા, પંજાબ, હરણિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના આરોપીઓ સહિતના 13 બુટલેગરો ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં અગાઉ છબીનાથસિંહ ઉર્ફે છબીલનાથસિંહ ઉર્ફે પ્રજિ રાજ તથા રવિ ઉર્ફે જીગો ચામડો ઉર્ફે ઠાકોર મગન માછી વિરુદ્ધની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જેલમાં સજા કાપી રહેલા વડોદરાના કુખ્યાત બૂટલેગર નિલેશ ઉર્ફે નિલુ હરેશ નાથાણી, ઓમપ્રકાશ પુમનારામ બિસ્નોઇ, જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ બિસ્નોઇ, સુનિલ ઉર્ફે દલપસિંહ ભેરારામ બિસ્નોઇ તથા સુરેશ ક્રિષ્નારામ બિસ્નોઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાંચ આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે તેમને 19 મેના રોજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા 26 મે સુધીના એટલે કે 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top